Rain Breaking : પાટણમાં રાણીની વાવ જોવા આવેલા પર્યટકનું વીજળી પડતા મોત, અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત, જુઓ Video

Rain Breaking : પાટણમાં રાણીની વાવ જોવા આવેલા પર્યટકનું વીજળી પડતા મોત, અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત, જુઓ Video

| Edited By: | Updated on: Apr 28, 2023 | 6:03 PM

પાટણ (Patan) જિલ્લામાં હારીજ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. હારીજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી વહેવા લાગ્યા હતા. કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યમાં વિવિધ સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે. પાટણ જિલ્લાનમાં પણ હારીજ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. પાટણમાં રાણીની વાવ જોવા આવેલા પર્યટકનું વીજળી પડતા મોત નિપજ્યું છે. સંદીપ પ્રજાપતિ નામના યુવકનું વીજળી પડતા મૃત્યુ થયું છે, તો અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. વરસાદમાં યુવક લીમડાના ઝાડ નીચે ઉભો હતો. આ સમયે ઝાડ પર વીજળી પડતા યુવક પણ ઝપેટમાં આવી ગયો હતો.

આ પણ વાંચો-Surat: પાંચ વર્ષની બાળકીની હત્યામાં આવ્યો નવો વળાંક, માતાએ જ દિવ્યાંગ બાળકીને ઓટલા સાથે પટકી ઉતારી મોતને ઘાટ

પાટણ જિલ્લામાં હારીજ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. હારીજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી વહેવા લાગ્યા હતા. કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. પાટણ, સિદ્ધપુર, સરસ્વતી સહિતના પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. માવઠાના કારણે ઉનાળુ વાવેતર પર મોટુ સંકટ આવ્યુ છે. માવઠાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.

હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં આગામી 5 દિવસ માવઠુ થવાની શકયતા છે. રાજ્યના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ રહી છે. પહેલી મે થી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે તેવી શક્યતા છે. વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 28, 2023 05:30 PM