હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મહેસાણાના બેચરાજીમાં પણ વરસાદ વરસતા તંત્રની પોલ ખુલી ગઈ છે. પહેલા જ વરસાદમાં લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો : Mahesana : ઘુમાસણ તળાવ પાસે એક્સપાયરી ડેટવાળા ઇન્જેક્શન અને દવા મળતા સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ, જુઓ Video
વરસાદ પડતા યાત્રાધામ બેચરાજીને જોડતા ત્રણ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. બેચરાજીને જોડતા મુખ્ય ત્રણ રસ્તાઓ ઉપર બનેલા રેલ્વે અંડર પાસ પાણી ભરાઈ જતા રસ્તો બંધ થયો હતો બેચરાજીથી સંખલપૂર જતાં રોડ ઉપર રેલ્વે અંડર પાસમાં પાણી ભરાયા હતા. તો હારીજ બેચરાજી રોડ ઉપર પણ રેલ્વે નાળું ભરાઈ જતાં આ રસ્તો પણ બંધ થયો હતો. રસ્તો બંધ થતાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવેલા યાત્રિકો ફસાયા હતા.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો