Rain Breaking News : સૌરાષ્ટ્રમાં સતત બે દિવસથી વરસાદી માહોલ, પોરબંદર સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ, જુઓ Video

|

Oct 15, 2023 | 8:43 AM

સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો છે. તેમજ જૂનાગઢના વિસાવદરમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો પોરબંદરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. તેમજ સુરેન્દ્રનગરના સાયલામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો રાજકોટના લોધિકામાં 1 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. તો રાજકોટના વિંછીયા, ગોંડલ, ધોરાજી, જેતપુરમાં પણ વરસાદ પડ્યો છે.

Gujarat Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ફરી વરસાદી ઝાંપટા પડી રહ્યાં છે. ત્યાં સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો છે. તેમજ જૂનાગઢના વિસાવદરમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો પોરબંદરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. તેમજ સુરેન્દ્રનગરના સાયલામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

આ પણ  વાંચો : Rain News : ગાંધીનગરના કલોલમાં સામાન્ય વરસાદ પડતા રોડ પર ભરાયા પાણી, વાહન ચાલકોને હાલાકી, જુઓ Video

તો રાજકોટના લોધિકામાં 1 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. તો રાજકોટના વિંછીયા, ગોંડલ, ધોરાજી, જેતપુરમાં પણ વરસાદ પડ્યો છે.તો સુરેન્દ્રનગરના મુળી, અમરેલીના બાબરામાં પણ વરસાદ પડ્યો છે. તો મહેસાણાના બહુચરાજી, અરવલ્લીના માલપુરમાં પણ વરસાદ વરસ્યો છે.

તેમજ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં મોડીરાત્રે વરસાદ વરસ્યો છે. જેમાં વિરમગામના સહિતના આસપાસના ગામડાઓમાં મેઘ મહેર જોવા મળી હતી.જેમાં હાંસલપુર, સોકલી, ભોજવા, જુનાપાઘર, નીકલીમાં વરસાદ વરસ્યો હતો. તો આગામી 2 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી વ્યક્ત કરી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video