Rain Breaking Video : રાજ્યના 248 તાલુકામાં મેઘાની જમાવટ, સૌથી વધુ વિસાવદરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો

|

Sep 19, 2023 | 10:03 AM

રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જો છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જોઈએ તો 33 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. 33 જિલ્લાના 248 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Rain : રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જો છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જોઈએ તો 33 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. 33 જિલ્લાના 248 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો આ તરફ બેચરાજી, ભાભર, મહેસાણામાં 7-7 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વંથલીમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો : Rain Breaking News : પંચમહાલમાં ભારે વરસાદના પગલે શહેરાથી પાનમડેમ જવાના માર્ગ ઉપર પ્રથમ વાર થયું ભૂસ્ખલન

બીજી તરફ દિયોદર, ડીસા, બગસરા, જૂનાગઢ, વિસનગર, રાપર, વીજાપુરમાં 4-4 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ વડગામ, ઇડર, ધાંગ્રધા, સતલાસણા, કોડીનાર પોણા 4 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત માળીયા હાટીના, ચાણસ્મા, દાંતીવાડા, ખેરાલુમાં સાડા 3 ઇંચ વરસાદ વરસ્યો છે. તો માળીયા હાટીના, ચાણસ્મા, દાંતીવાડા, ખેરાલુમાં સાડા 3 ઇંચ વરસાદ વરસ્યો છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં સિઝનનો સરેરાશ 99.27 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં સિઝનનો કુલ 144 ટકા વરસાદ પડ્યો છે. તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 117 ટકા મેઘ મહેર થઈ છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં સિઝનનો કુલ 94.56 ટકા વરસાદ પડ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો કુલ 94.27 ટકા વરસાદ વરસ્યો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video