Rain News : વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, જુઓ Video

Rain News : વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, જુઓ Video

| Edited By: | Updated on: May 27, 2025 | 1:02 PM

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે વલસાડ શહેર અને જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. કપરાડા, ધરમપુર અને પારડીમાં મેઘાની તોફાની બેટીંગ જોવા મળી છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે વલસાડ શહેર અને જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. કપરાડા, ધરમપુર અને પારડીમાં મેઘાની તોફાની બેટીંગ જોવા મળી છે. વલસાડ શહેરના છીપવાડ અંડરપાસમાં પાણી ભરાયા છે. વસાડમાં 2 કલાકમાં 36 મિલીમીટર વરસાદ વરસ્યો છે. વલસાડમાં ગ્રામ્યપંથકમાં વીજ પુરવઠો ખોરવાતા DGVCLની ટીમ કામે લાગી છે.

વલસાડમાં દરિયો તોફાની બન્યો હતો

તો બીજી તરફ ગઈકાલે વલસાડનો દરિયો તોફાની બન્યો હતો. વલસાડના દરિયામાં કંરોટ જોવા મળ્યો. તીથલ બીચ પર દરિયાના ઊંચા મોજા ઊછળતા જોવા મળ્યા હતા. સામાન્ય દિવોસની સરખામણીએ ગઈકાલે અને આજે દરિયાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું. તંત્રએ સાવચેતીના ભાગરુપે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.  તો કોઈ પણ દુર્ઘટના ન સર્જાય તે માટે દરિયા કિનારે લોકોની અવરજવર પર મનાઈ કરવામાં આવી હોવા છતા લોકો બેદરકારી કરી રહ્યાં હોય તેવું જોવા મળ્યુ છે.  ઘણા લોકો તો આ મોજાની ઝપેટમાં પણ આવી ગયા હતા.

નેત્રંગમાં 2 કલાકમાં વરસ્યો પોણા 2 ઈંચ વરસાદ

બીજી તરફ આજે ભરુચમાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભરુચના હાંસોટમાં માત્ર 2 કલાકમાં જ 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નેત્રંગમાં 2 કલાકમાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો છે. વાલિયામાં 1 ઇંચ વરસાદ 2 કલાકમાં જ નોંધાયો છે. આ ઉપરાંત ઝઘડિયા, ભરૂચ, વાગરામાં અડધા ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. બીજી તરફ સુરત શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..