Amreli: દામનગર નજીક ભારે વરસાદથી રેલવે ટ્રેક ધોવાયો, અનેક ટ્રેનો રદ, જુઓ Video

|

Jul 02, 2023 | 12:44 PM

અમરેલીના દામનગર નજીક ભારે વરસાદથી રેલવે ટ્રેક પર ધોવાણ થયું છે. જેના કારણે લીલીયા નજીક પસાર થતી તમામ ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગર પીપાવાવ પોર્ટ ગુડ્સ ટ્રેન પણ બંધ કરાઈ છે.

Amreli: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના (Rain) કારણે અનેક જીલ્લાઓમાં પાણી ભરાયા છે. તો નદીઓમાં ઘોડાપૂર આવતા વાહનવ્યવહાર અને જનજીવનને અસર થઈ છે. ત્યારે અમરેલીના દામનગર નજીક ભારે વરસાદથી રેલવે ટ્રેક પર ધોવાણ થયું છે. જેના કારણે લીલીયા નજીક પસાર થતી તમામ ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગર પીપાવાવ પોર્ટ ગુડ્સ ટ્રેન પણ બંધ કરાઈ છે.

આ પણ વાંચો Monsoon 2023: અમરેલીમાં ભારે વરસાદ, જળાશયોમાં આવ્યા નવા નીર, ધારીમાં ઝર અને મોરસુપડા ડેમ ઓવરફ્લો

ભારે વરસાદથી કેટલાક સ્થળે રોડ પણ ધોવાયા હતા જેના કારણે એસટી વિભાગને પણ અસર થઈ હતી અને કેટલાક રૂટો રદ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદને લઈને જુનાગઢની 100 થી વધારે ટ્રીપ રદ કરવામાં આવી હતી. જ્યારે જામનગરમાં 5 થી વધુ બસના રુટ રદ કરાયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:11 pm, Sun, 2 July 23

Next Video