Panchmahal : હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ, હજારો કિલો જથ્થો જપ્ત કર્યો, જુઓ Video
પંચમહાલ હાલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદન કરનાર સામે તંત્રની તવાઈ કરવામાં આવી છે. પ્રતિબંધીત પ્લાસ્ટિકની વસ્તુનું ઉત્પાદન કરનાર 8 એકમ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો 70 હજાર કિલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

તંત્રએ 8 એકમ પરથી પ્લાસ્ટિકના લીધા સેમ્પલ
GIDCમાં પાલિકા અને GPCBની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટોળાએ ચીફ એકમો ગેરકાયદેસર ઘેરાવ કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. મોટાભાગના એકમો ગેરકાયદેસર રીતે ધમધમતા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. તંત્રની ટીમે 8 એકમમાંથી પ્લાસ્ટિકના સેમ્પલ લીધા છે. રિપોર્ટ આવ્યા બાદ એકમના માલિક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગોધરા GIDCમાં પણ તંત્ર ત્રાટક્યું
બીજી તરફ હાલોલ બાદ ગોધરા GIDCમાં પણ તંત્ર ત્રાટક્યું હતું. ગોધરા GIDCમાં આવેલા 3 એકમોમાં પાલિકાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ક્રિષ્ન કમલ ફેકટરીમાંથી 1100 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કૈલાશ પ્લાસ્ટિકમાંથી 87 કિલો અને ક્રિષ્ના પ્લાસ્ટિકમાંથી 64 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.