Mehsana : વિસનગરમાં સરકારી સસ્તા અનાજના ગોડાઉન પર રેડ, 50 કિલોની બોરીઓમાં 700 ગ્રામથી 1 કિલોની ઘટ, જુઓ Video

|

Jun 07, 2023 | 11:39 PM

મહેસાણામાં વિસનગરમાં સરકારી સસ્તા અનાજના ગોડાઉન પર રેડ કરવામાં આવી હતી. અમદાવાદના અસારવા બાદ વિસનગરમાં ફેર પ્રાઈઝ એસો.ની તપાસમાં મોટા ખુલાસા થયા છે. સસ્તા અનાજના ગોડાઉનમાં 50 કિલોની બોરીઓના વજનમાં ઘટ જોવા મળી છે.

Mehsana: વિનસગરમાં સરકારી અનાજની બોરીમાંથી અનાજ સગેવગે કરાતું હોવાનો પર્દાફાશ થયો છે. અનાજની 50 કિલોની બોરીમાં 700 ગ્રામથી 1 કિલોની ઘટ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદના અસારવા બાદ વિનસગરમાં ફેર પ્રાઇઝ એસોસિએશને સરકારી અનાજના ગોડાઉનમાં રેડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સસ્તા અનાજના ગોડાઉનમાં 50 કિલોની બોરીઓના વજનમાં ઘટ જોવા મળી હતી. સ્થળ તપાસમાં 50 કિલોની બોરીમાં 700 ગ્રામથી 1 કિલોની ઘટ જોવા મળી. જેથી ફેર પ્રાઇઝ એસોસિએશને અનાજની બોરીમાં ગોડાઉનમાંથી ઘટ આવે તો ગોડાઉન સંચાલકને દંડ કરવા માગ કરી છે.

આ પણ વાંચો : PM મોદીના ગામ વડનગરને લઈને કેન્દ્ર સરકારની મોટી યોજના, મોટા પાયે કરાશે વિકાસ, જુઓ Video

સાથે જ 50.580 કિલો વજન સાથે દુકાન ધારકોને માલ મળવો જોઈએ તેવી પણ માગ કરાઇ છે. મહત્વનું છે કે મૂળ વજન કરતા દુકાન ધારકોને ઘટ સાથે અનાજ મળે તો દંડ કરવામાં આવે છે. ગોડાઉન સંચાલકની જગ્યાએ દુકાન ધારકને સરકાર ઘઉંમાં પ્રતિ કિલો રૂ.46 અને ચોખામાં પ્રતિ કિલો રૂ.56 દંડ ઘટમાં દુકાનદાર પાસેથી દંડ વસૂલાય છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

મહેસાણા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article