રાજકોટમાં પનીરના વેચાણ પર તો જાણે તવાઇ આવી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં (Rajkot) નકલી પનીરને લઇ આરોગ્ય વિભાગ દ્વારા રેસ્ટોરેન્ટ અને વિવિધ દુકાનો અને હોટલમાં સતત પાંચમા દિવસે તપાસ ચાલુ છે. લાતી પ્લોટ વિસ્તારમાં ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ નામની દુકાનમાં પણ તપાસ હાથ ધરાઇ છે. દુકાનમાંથી પનીરના નમૂના લઇને ચકાસણી કરવામાં આવી રહી છે. જો પનીર નકલી નીકળશે કે ભેળસેળ વાળું હશે તો આરોગ્ય વિભાગ દંડનીય કાર્યવાહી કરશે.
છેલ્લા કેટલાંક દિવસોથી વિવિધ રેસ્ટોરેન્ટ અને દુકાનોમાંથી નકલી પનીર ઝડપાવવાના બનાવ સામે આવ્યા છે. થોડાં દિવસ પહેલાં જ એવી બાતમી મળી હતી કે ભાવનગરથી રાજકોટમાં નકલી પનીર સપ્લાય થાય છે. જે બાદ આરોગ્ય વિભાગે 1600 કિલોથી વધુ નકલી પનીરનો જથ્થો કબ્જે કર્યો હતો. વેપારીઓ પૈસા કમાવવાની લાલચે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે. પનીરના શોકીન લોકોને સાવચેતી રાખવાની જરૂર છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…