Gujarati Video: સુરેન્દ્રનગરમાં આખલાઓના આતંકથી વાહનોને નુકસાન, એકને ઇજા, જુઓ Video

ગુજરાતમાં તો ઠેર ઠેર રખડતા ઢોરનો ત્રાસ વરતાય છે ગામ, શેરી કે પછી દુકાનો હવે દરેક જગ્યાએ રખડતાં ઢોરોએ માઝા મૂકી છે અને રખડતા ઢોરનો ત્રાસ ત્યાં સુધી વધ્યો છે કે તેણે રાજકીય નેતાઓને પણ પોતાની હડફેટે લેવાનું મૂક્યું નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2023 | 9:21 PM

રાજ્યમાં આખલાઓનો આતંક ગમે તે સ્થળે જોવા મળે છે અને આખલા આડેધડ દોડતા હોય ત્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થાય છે તેમજ કેટલીક કરૂણ ઘટનામાં તો રખડતા ઢોરને કારણે વ્યક્તિ મોતને ભેટી હોય તેવું પણ બને છે. ગામ હોય કે શેરી કે પછી મહાનગરોના રસ્તા ગુજરાતમાં રખડતાં ઢોરનો ત્રાસ વધી ગયો છે.

શહેરના દાળમિલ રોડ પર બે આખલા બાખડ્યા

સુરેન્દ્રનગર શહેરમાં આવેલા દાળમિલ રોડ ઉપર આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા આખલાઓએ રોડ ઉપર વાહનોને અડફેટે લીધા હતા. તો એક વાહનચાલકને પણ અડફેટે લેતા વાહન ચાલકને ઇજા પહોંચી હતી.

 આ પણ વાંચો:  Viral video: હવે રસ્તો મૂકીને રખડતા ઢોર પહોંચ્યા દરીયાકાંઠે, જુઓ દરીયાની વચ્ચોવચ્ચ જામેલા આખલા યુદ્ધનો વાયરલ Video

વડોદરામાં રખડતા ઢોરના કારણે વૃદ્ધાનું મોત થતા પરિવારે પાઠવી નોટિસ

વડોદરામાં રખડતા ઢોરના હુમલામાં વૃદ્ધાના મોત કેસમાં વકીલે નોટિસ ફટકારી છે. વૃદ્ધાના વકીલે મ્યુનિસિપલ કમિશનર અને પશુ પાલકને નોટિસ ફટકારી છે. જ્યારે પરિવારજનોએ રૂપિયા 25 લાખનું વળતર ચૂકવવા માગ કરી છે. મૃતક મહિલાના પરિવારજનો તરફથી વકીલે નોટિસ પાઠવી છે. મહત્વનું છે કે ગત માર્ચ માસમાં ગાયના હુમલામાં ગંગા પરમાર નામની વૃદ્ધાનું મોત થયું હતું.

ગુજરાતમાં ઠેર ઠેર રખડતાં ઢોરનો આતંક

ગુજરાતમાં તો ઠેર ઠેર રખડતા ઢોરનો ત્રાસ વરતાય છે ગામ, શેરી કે પછી દુકાનો હવે દરેક જગ્યાએ રખડતાં ઢોરોએ માઝા મૂકી છે અને રખડતા ઢોરનો ત્રાસ ત્યાં સુધી વધ્યો છે કે તેણે રાજકીય નેતાઓને પણ પોતાની હડફેટે લેવાનું મૂક્યું નથી. ગુજરાતમાં ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલેને પણ રખડતા ઢોરે નીચે પાડી દીધા હતા તો અન્ય એક ઘટનામાં ગુજરાતની ચૂંટણીના સમયે નેતાની ચાલુ સભામાં રખડતા ઢોર ઘૂસી આવતા રાજકીય સભામાં અફરાતફરી મચી ગઈ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">