પીએમ મોદીના માતા હીરાબાને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હીરાબાના ખબર અંતર પુછવા હાલ ધારાસભ્યો, મંત્રીઓ અને અધિકારીઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત હાલ સ્થિર હોવાના સમાચાર સામે આવ્યા છે.આ દરમ્યાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પીએમ મોદીના માતા હીરા બા સારા સ્વાસ્થ્ય અંગે કામના કરી છે. રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટ કરી હતી.
एक मां और बेटे के बीच का प्यार अनन्त और अनमोल होता है।
मोदी जी, इस कठिन समय में मेरा प्यार और समर्थन आपके साथ है। मैं आशा करता हूं आपकी माताजी जल्द से जल्द स्वस्थ हो जाएं।
— Rahul Gandhi (@RahulGandhi) December 28, 2022
યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા હીરા બાના સ્વાસ્થ્ય અંગેનું બુલેટિન જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં હીરા બાની તબિયત હાલ સ્થિર હોવાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. હીરા બાની તબિયત થોડી નાદુરસ્ત હોવાના પગલે વહેલી સવારે તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
प्रधानमंत्री श्री @narendramodi जी की माता जी के अस्वस्थ होने का समाचार प्राप्त हुआ। इस घड़ी में हम सब उनके साथ हैं।
मैं ईश्वर से प्रार्थना करती हूं कि उन्हें जल्द स्वास्थ्य लाभ मिले।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 28, 2022
PM Modi યુ. એન. મહેતા હોસ્પિટલમાં માતા હીરા બા ના ખબર – અંતર પૂછશે. પીએમ મોદી યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. તેમજ યુ.એન મહેતાના તમામ દર્દીઓના સગાને સુચના દર્દી સાથે નક્કી કરાયેલ એક જ વ્યક્તિ હાજર રહેશે. તેમજ પ્રધાનમંત્રી ના સમય દરમિયાન કોઈપણ પ્રકારની અવરજવર દર્દીના સગા કરી શકશે નહીં
વડાપ્રધાન મોદીના માતા હીરાબા 100 વર્ષ પૂર્ણ કર્યા છે. હીરા બાએ આ વર્ષે જૂન મહિનામાં જ 100માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમની ઊંમરના કારણે તેમની તબિયત નાદુરસ્ત થતા તેમની વહેલી સવારે અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માતાના સ્વાસ્થ્યના સમાચાર સાંભળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા છે.
Published On - 4:35 pm, Wed, 28 December 22