કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભાની સાંસદ પદ ગુમાવ્યાના 11 દિવસ બાદ સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરશે. કાયદાકીય પ્રક્રિયા અનુસાર રાહુલ ગાંધી તેમની સામે થયેલા માનહાનિ કેસમાં સુરતની સેશન્સ કોર્ટમાં અપીલ કરશે. રાહુલ ગાંધી અને સમગ્ર લીગલ ટીમ સુરત સેશન્સ કોર્ટમાં અપીલ કરશે. સેશન્સ કોર્ટ જવા માટે રાહુલ ગાંધી દિલ્હીથી સુરત આવવા માટે નીકળી ચુક્યા છે. દૃશ્યોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પ્લેનમાં બેસી સુરત આવી રહ્યા છે. જેમા થોડી જ વારમાં તેઓ સુરત સેશન્સ કોર્ટ પહોંચશે.
સેશન્સ કોર્ટમાં અપીલ સમયે રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી, ભૂપેશ બઘેલ, અશોક ગેહલોત, જગદીશ ઠાકોર, રઘુ શર્મા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના નેતા હાજર રહેશે. રાહુલ ગાંધીના આગમન પહેલા સુરત કોંગ્રેસના કાર્યકરો સમર્થનમાં ભેગા થવા લાગ્યા તો પોલીસે પણ કાર્યવાહી કરી. પોલીસે દહેજ બાયપાસ રોડ પાસે ભેગા થયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી. બીજી તરફ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
આ પણ વાંચો: Surat: માનહાનિ કેસની સજા સામે અપીલમાં આજે નિર્ણયની શક્યતા ઓછી, મુદ્દત પડવાની શક્યતા વધુ, જાણો શુ થઈ શકે છે ?
દિલ્લીથી સ્પેશિયલ લીગલ ટીમ પણ સુરતમાં હાજરી આપશે અને કોર્ટમાં કાયદાકીય પ્રક્રિયા કરશે. મહત્વનું છે કે મોદી અટક સામેના માનહાનિ કેસમાં સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારતા રાહુલ ગાંધીએ લોકસભાની સદસ્યતા પણ ગુમાવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 1:36 pm, Mon, 3 April 23