રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની સીધી ખરીદી કરશે,લઘુત્તમ ટેકાના ભાવ પણ નક્કી કરાયા

|

Jan 22, 2022 | 7:29 AM

ચાલુ વર્ષે ચણા સહિતના રવિ પાકોનું વાવેતર સારૂ થયું છે તે ત્યારે ખેડૂતોને સારા ભાવ મળે તેવો પ્રયાસ કરાયો છે. સરકાર દ્વારા ચણાના વધુ જથ્થો ખરીદાશે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો (Farmers)  માટે મહત્વની જાહેરાત કરાઇ છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલ (Raghavji Patel) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની સીધી ખરીદી કરશે. જેને લઇને લઘુત્તમ ટેકાના ભાવ પણ નક્કી કરાયા છે. કૃષિપ્રધાન રાઘવજી પટેલે જાહેરાત કરી છે કે જે ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હશે તેમણે ઓનલાઇન નોંધણી કરાવી પડશે.

ચાલુ વર્ષે ચણા સહિતના રવિ પાકોનું વાવેતર સારૂ થયું છે તે ત્યારે ખેડૂતોને સારા ભાવ મળે તેવો પ્રયાસ કરાયો છે. સરકાર દ્વારા ચણાના વધુ જથ્થો ખરીદાશે. તુવેરની ખરીદી 15 ફેબ્રુઆરીથી ચણા અને રાયડાની ખરીદી 1 માર્ચથી કરાશે. તુવેર માટે પ્રતિ મણ ભાવ રૂ.1260, જ્યારે ચણા માટે પ્રતિ મણ ભાવ રૂ.1050 અને રાયડા માટે પ્રતિ મણ ભાવ રૂ.1010 નક્કી કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન દ્વારા ખરીદી કરાશે.

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યુ હતુ કે ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2022 સુધી ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા પ્રધાને અનુરોધ કર્યો છે.

ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવા માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ, અદ્યતન મહેસૂલી રેકર્ડની નકલ, પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત વગરે સાથે લાવવાના રહેશે.

કૃષિ પ્રધાને ઉમેર્યુ હતુ કે, ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે આ પગલુ ભર્યુ છે.

આ પણ વાંચો-

અમદાવાદમાં 500 જેટલી હોસ્પિટલને લાગી શકે છે તાળા, જાણો શું છે કારણ

આ પણ વાંચો-

ગુજરાતમાં સરકારે જાહેર કર્યા નવા નિયંત્રણો, રાજયના 27 શહેરોમાં રાત્રિ કરફ્યુ 

Next Video