Panchmahal : કાલોલ પાસેથી કારમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, જુઓ Video

| Edited By: | Updated on: Oct 20, 2023 | 4:50 PM

પોલીસને ફરિયાદ મળી હતી કે, સરકારી દુકાનમાંથી અનાજનો જથ્થો બારોબાર વેચાઇ રહ્યો છે. જેને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન કાલોલ પાસેથી કારમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તો પુરવઠા વિભાગે સેમ્પલ લઇને ચકાસણી માટે મોકલ્યા છે.

Panchmahal : પંચમહાલના કાલોલ પાસેથી પોલીસે સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ અનાજનો જથ્થો કારમાં લવાતો હતો તે દરમિયાન પોલીસે ઝડપી પાડ્યો છે. કારમાંથી 6 બોરી ચોખા, 4 બોરી ઘઉં, 2 બોરી ખાંડ અને 1 બોરી ચણાનો જથ્થો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો Panchmahal: નર્મદાની મુખ્ય કેનાલમાં બાળકોની જોખમી છલાંગ, કાલોલથી પસાર થતી કેનાલનો જુઓ આ Video

પોલીસને ફરિયાદ મળી હતી કે, સરકારી દુકાનમાંથી અનાજનો જથ્થો બારોબાર વેચાઇ રહ્યો છે. જેને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન કાલોલ પાસેથી કારમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તો પુરવઠા વિભાગે સેમ્પલ લઇને ચકાસણી માટે મોકલ્યા છે.

પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો