અબુ ધાબીમાં હિન્દુ મંદિર બનાવવાનો મૂળ ભાવાર્થ દેશોને નજીક લાવવાનો, બ્રહ્મવિહારી મહારાજનું નિવેદન, જુઓ-VIDEO

|

May 21, 2024 | 1:17 PM

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મવિહારી સ્વામીને સન્માનિત કર્યાં હતા. શાયોના ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મિડલ ઇસ્ટમાં પ્રથમ ટ્રેડિશનલ હિન્દુ મંદિરની સ્થાપનામાં બ્રહ્મવિહારી સ્વામીની મહત્વની ભૂમિકા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર લોકોના દર્શન માટે ખુલ્લુ મુકાઈ ગયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરનું ઉદ્દઘાટન કર્યું હતુ. તમને જણાવી દઈએ કે વિશ્વનું સૌથી મોટું મંદિર છે .

હવે આ મંદિર નિર્માણ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મવિહારી સ્વામીને સન્માનિત કર્યાં હતા. શાયોના ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મિડલ ઇસ્ટમાં પ્રથમ ટ્રેડિશનલ હિન્દુ મંદિરની સ્થાપનામાં બ્રહ્મવિહારી સ્વામીની મહત્વની ભૂમિકા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

મંદિર બનાવવાનો સંકલ્પ તો ભગવાન સ્વામિનારાયણનો

આ પ્રસંગે બ્રહ્મવિહારી સ્વામીએ TV9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે મંદિર બનાવવાનો સંકલ્પ તો ભગવાન સ્વામિનારાયણનો છે આથી પૃથ્વી પર માનવતાના સંવર્ધન માટેનો મંદિર નિર્માણ થયુ છે. આ સાથે તેમણે કહ્યું કે ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજે વિશ્વમાં 1200 જેટલા મંદિર બનાવ્યા.

હિન્દુ મંદિરનો મૂળ ભાવાર્થ દેશ અને સંસ્કૃતિને નજીક લાવવાનો

આ સાથે તેમણે કહ્યું કે અબુધાબીમાં બનેલ હિન્દુ મંદિરનો મૂળ ભાવાર્થ દેશ અને સંસ્કૃતિને નજીક લાવવાનો છે. ત્યારે ખરા અર્થમાં માનવજીવનનું ફળ આપડે સૌ હળી મળીને રહી શકીયે એ જ છે અને જીવનનો વિકાસ કરી શકીએ એજ ભાવના છે ત્યારે સમ્માન ભગવાન અને ગુરુજનો છે.

Published On - 1:16 pm, Tue, 21 May 24

Next Video