હવે પૂંજા વંશે રાજેશ ચુડાસમાને આપી ચેલેન્જ, “સ્થળ અને સમય તમે નક્કી કરો, પગથી માથા સુધી હિસાબ કરવા તૈયાર”- જુઓ વીડિયો

|

Jul 08, 2024 | 6:26 PM

ફિલ્મી સ્ટાઈલમાં પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને પડકાર ફેંક્યો છે. રાજેશ ચુડાસમાના હિસાબ કરવાના નિવેદન પર પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે પડકાર ફેંક્યો કે સમય અને સ્થળ તમે નક્કી કરજો, પગથી માથા સુધી હિસાબ કરવા તૈયાર છુ. 

અભિનેતા રાજકુમારની ફિલ્મનો એક ડાયલોગ હતો…  “હમ તુમ્હે મારેંગે ઔર જરૂર મારેંગે લેકિન વો બંદુક ભી હમારી હોંગી, ગોલી ભી હમારી હોંગી, ઔર વક્ત ભી હમારા હોંગા”

બસ કંઈક આવી જ ફિલ્મી સ્ટાઈલમાં પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને પડકાર ફેંક્યો છે. રાજેશ ચુડાસમાના હિસાબ કરવાના નિવેદન પર પૂંજા વંશે સાંસદને પડકાર ફેંક્યો કે હિસાબ કરવા માટે તમે કહો ત્યાં આવવા તૈયાર છુ,  સમય અને સ્થળ તમે નક્કી કરો.

પૂંજા વંશે સાંસદ રાજેશ ચુડાસમાને ચેલેન્જ ફેંકી છે કે, સમય અને સ્થળ તમે નક્કી કરજો, હું પગથી માંડીને માથા સુધી હિંસાબ કરવા માટે તૈયાર છું.

મહત્વપૂર્ણ છે કે, જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓ પર નિશાન તાકતા, નામ લીધા વગર ગંભીર આરોપ લગાવ્યો હતો, અને ચેતવણી આપી હતી કે, 5 વર્ષ મને જે નડ્યા છે તેમને હું છોડવાનો નથી, સાથે જ કહ્યું હતું કે, ભાજપ હિસાબ કરે કે ન કરે હું હિસાબ કરીશ. હવે જોવાનું એ રહે છે કે સાંસદ ચુડાસમા પૂંજા વંશના પડકારને કઈ રીતે લે છે?

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:19 pm, Mon, 8 July 24

Next Video