PSM 100 : ટીવી9 ની નારાયણ ચરણ સ્વામી સાથે ખાસ વાતચીત, જાણો બાપાના જાણ્યા અજાણ્યા પ્રસંગો

જાણીતા સંત નારાયણચરણ સ્વામી સતત 35 વર્ષ સુધી પ્રમુખ સ્વામી સાથે પડછાયો બનીને રહ્યા હતા.વર્ષ 1980માં પ્રમુખસ્વામીની ઉત્તર ગુજરાતના એક ગામની મુલાકાત દરમિયાન, સુકી પડેલી નદી પાર કરતી વેળાએ અચાનક શું બન્યું અને પ્રમુખ સ્વામીએ આ સંકટને કેવી રીતે પર પાડ્યું હતું તેની વાતો તેમણે ટીવી9 સાથેની વિશેષ મુલાકાતમાં વર્ણવી હતી

Jignesh Patel
| Edited By: | Updated on: Dec 21, 2022 | 9:49 PM

બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં લાખોની સંખ્યામાં હરિભક્તો પ્રમુખસ્વામી નગર નિહાળવા માટે આવતા હોય છે.  ત્યારે  પ્રમુખ સ્વામી સાથે સતત  35 વર્ષ સુધી પડછાયો બનીને  રહેલા જાણીતા સંત નારાયણચરણ સ્વામી  સાથે ટીવી નાઇને ખાસ વાતચીત કરી હતી.  જેમાં તેમણે વર્ષ 1980માં પ્રમુખ સ્વામીની ઉત્તર ગુજરાતના એક ગામની મુલાકાત દરમિયાન  સુકી પડેલી નદી પાર કરતી વેળાએ અચાનક શું બન્યું અને પ્રમુખ સ્વામીએ આ સંકટને કેવી રીતે પર પાડ્યું હતું તેની વાતો  ટીવી9 સાથેની વિશેષ મુલાકાતમાં વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે પ્રમુખસ્વામી સહજ અને સુલભ હતા. પોતાની સાથેના લોકોનું ધ્યાન રાખતા અને પ્રમુખસ્વામીમાં ત્વરિત નિર્ણય લેવાની શક્તિ હતી.

પ્રમુખ સ્વામીએ આજીવન સર્વ ધર્મ સમભાવને ચરિતાર્થ કરતા કાર્યો કર્યા

ઉલ્લેખનીય છે કે, પ્રમુખ સ્વામી મહારાજ એક એવું વ્યક્તિત્વ કે જેમના હૈયા નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર સમગ્ર માનવજાતના કલ્યાણની ભાવના વસેલી હતી. પ્રમુખ સ્વામીએ આજીવન સર્વ ધર્મ સમભાવને ચરિતાર્થ કરતા કાર્યો કર્યા. આથી જ તેમના શતાબ્દી મહોત્સવમાં મોટી સંખ્યામાં દરેક ધર્મના લોકો અને ધર્મગુરૂઓ સહભાગી થઇ રહ્યા છે. ત્યારે મુસ્લિમ સમાજના ધર્મગુરૂઓ અને અગ્રણીઓએ પણ પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લીધી અને વિવિધ વિભાગોની જાણકારી મેળવી હતી.

મચ્છુ ડેમ હોનારત સમયે મુસ્લિમોને કરાવ્યું હતું ઇદનું ભોજન

જે સમયે ગુજરાતમાં મચ્છુ ડેમ તૂટવાની હોનારત બની હતી અને લાખો લોકો આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તે સમયે પૂજય પ્રમુખ સ્વામી મહારાજે બીએપીએસ સંસ્થાના સંતો તથા સ્વયંસેવકોને રાહતકાર્યમાં ઉતાર્યા હતા. આ સંતો અને સ્વયંસેવકોએ કમર સુધીનો કાદવ હોય તો પણ લોકોને ગરમ ભોજન પીરસ્યું હતું. સાથે જ મંદિરના હરતા ફરતા દવાખાના દ્વારા બાળકો અને માંદા લોકોને દવાઓ પણ આપવામાં આવતી હતી. આવા કપરા સમયે ઇદનો તહેવાર આવ્યો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને યાદ કરતા સર્વ ધર્મ સમભાવ રાખતા મસ્જિદ સાફ કરાવવાનું કામ કરાવ્યું હતું તેમજ મુસ્લિમ બિરાદરોને ઇદના દિવસે બુંદીનું મિષ્ટાન્ન પણ જમાડ્યું હતું.

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">