PSM 100 : પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં દર્શનાર્થીઓ માટે વિશેષ પાર્કિંગ વ્યવસ્થા

PSM 100 : પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં દર્શનાર્થીઓ માટે વિશેષ પાર્કિંગ વ્યવસ્થા

Jignesh Patel
| Edited By: | Updated on: Dec 21, 2022 | 10:00 PM

અમદાવાદમા  600 એકર માં ઉજવાઈ રહેલા ભવ્યથી  ભવ્ય પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમા વિશેષ પ્રકારની પાર્કિંગ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. જેમા  રોજ હજારોની સંખ્યામાં આવતા વાહનોને પાર્ક કરવાથી લઈને પરત કરવા સુધીનું જે આયોજન કરવામાં આવ્યું છે એના કારણે મુલાકાતીઓ પણ હવે આશ્ચર્યમાં મુકાયા છે

અમદાવાદમા  600 એકર માં ઉજવાઈ રહેલા ભવ્યથી  ભવ્ય પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમા વિશેષ પ્રકારની પાર્કિંગ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. જેમા  રોજ હજારોની સંખ્યામાં આવતા વાહનોને પાર્ક કરવાથી લઈને પરત કરવા સુધીનું જે આયોજન કરવામાં આવ્યું છે એના કારણે મુલાકાતીઓ પણ હવે આશ્ચર્યમાં મુકાયા છે.  જો કે અહીં જે પણ હરિભક્ત પ્રમુખસ્વામી નગરમાં આવશે તે માત્ર ત્રણથી સાત મિનિટની અંદર આ નગરમાં પ્રવેશ કરી શકે તે પ્રકારનું પાર્કિંગનું આયોજન કરવામાં આવ્યું છે.. અહીં પાર્કિંગ ટ્રાન્સપોર્ટ અને ટ્રાફિક મેનેજમેન્ટની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં 4000 સ્વયંસેવકો આ કાર્યમાં જોડાયેલા છે.

પાર્કિંગમાં 300 બસ 26,000 થી વધુ કાર 1200 હેવી વ્હીકલ

જેમા 1700 સેવકો પાર્કિંગમાં સેવા આપે છે 62 પ્લોટ અહીંયા પાર્કિંગ માટે તૈયાર કરવામાં આવ્યા છે જેમાં  પાર્કિંગની સુવિધા  600 એકર જમીનમાંથી  325 એકર એરિયામાં  કરવામાં આવી છે આ પાર્કિંગમાં 300 બસ, 26,000 થી વધુ કાર , 1200 હેવી વ્હીકલ,  250 લોડીંગ કાર અને 13000 ટુ વ્હીલર પાર્કિંગ છે . જેમાં 41425 વાહનોનું પાર્કિંગ થઈ શકે છે. જો કે અહીં પાર્કિંગમાં માર્કિંગ માટે 25 ટન ચુનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અહીં 13 હજાર જેટલી વુડ સ્ટીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્રણ ટન દોરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે  7,00,000 રનિંગ ફૂટ દોરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

(With Input, Jignesh Patel, Ahmedabad) 

Published on: Dec 21, 2022 08:16 PM
g clip-path="url(#clip0_868_265)">