PSM 100 : પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હરિભક્તો માટે પ્રસાદનું માઇક્રો મેનેજમેન્ટ, 30 મિનિટમાં 20,000 લોકો આરોગે છે પ્રસાદ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં લાખોની સંખ્યામાં હરિભક્તો પ્રમુખસ્વામી નગર નિહાળવા માટે આવતા હોય છે ત્યારે હરિભક્તો માટે પ્રસાદનું માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે જેમાં 60 સંતો 8000 જેટલા સ્વયંસેવકો દ્વારા આખા રસોડા નું સંચાલન કરવામાં આવી રહ્યું છે
બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં લાખોની સંખ્યામાં હરિભક્તો પ્રમુખસ્વામી નગર નિહાળવા માટે આવતા હોય છે ત્યારે હરિભક્તો માટે પ્રસાદનું માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે જેમાં 60 સંતો 8000 જેટલા સ્વયંસેવકો દ્વારા આખા રસોડાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જાણીને નવાઈ લાગશે આ એક મહિનાનું મેનુ મહંત સ્વામી અને સંતો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જેમાં જાત જાતના અને ભાત ભાતના ભોજન નો રસ થાળ હરિભક્તોને પીરસવામાં આવે છે.છેલ્લા એક વર્ષથી દેશભરમાંથી હરિભક્તો અહીં અનાજ શાકભાજી તેલ ઘી અને મસાલાની સેવા આપી રહ્યા છે. જોકે આ રસોડું એકદમ હાઇટેક બનાવવામાં આવ્યું છે માત્ર એક કલાકની અંદર 2000 રોટલી,ભાખરી, સ્ટફ પરોઠા તૈયાર કરવામાં આવે છે .જેમાં તમામમાં મશીનનો ઉપયોગ થાય છે
આ રસોડું સતત 13 કલાક સુધી ધમધમે છે જોકે આ હાઈ- ટેક રસોડામાં આવશો તો તમને ના તો ગરમીનો અહેસાસ થશે અને ના તો આંખો બળશે, કારણકે અહીં બોઇલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં દરરોજ 20 ટન લાકડું વપરાય છે. જેમાં 40 ટન શાકભાજી, 40 દાળ બનાવવામાં આવે છે. અહીં ફરસાણમાં ડાકોર જેવા 60 કિલો ગોટા એક કલાકમાં તૈયાર થાય તે રીતનું મશીન વપરાય છે.અહીં 60 જેટલા સંતો છે કે જે અલગ અલગ સ્વામિનારાયણ મંદિરના ભંડારી સંતો છે . આ આખું રસોડું પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત હિન્દુ મંદિરોમાં પ્રસાદનો મહિમા છે. દરેકના પ્રસાદનો અલગ મહિમા છે. તેથી અહી આવતા હરિભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા છે. જ્યારે મુખ્ય સંતો દ્વારા જે રીતે માહિતી મળે તે પ્રમાણે તેટલા માણસોની રસોઇ તૈયાર કરવાનું આયોજન કરે છે. મેનુ સંતો દ્વારા નક્કી થાય છે. 30 દિવસ દરમિયાન ગુજરાતી તમામ વાનગી આવરી લેવાશે. તેમજ ભોજન શાળામાં 30 મિનિટમાં 20,000 લોકો જમે છે. ધક્કમ ધુક્કી ના થાય તે માટે સ્વયમ સેવકો કાર્યરત છે.
(With Input, Jignesh Patel, Ahmedabad)