Gujarat Election 2022: અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો વિફર્યા, ભરતસિંહ સોલંકીના પોસ્ટર ફાડીને નેમ પ્લેટ તોડી નાખી, ઈમરાન ખેડાવાલાને ટિકિટ આપતા રોષ

Gujarat Election 2022: અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો વિફર્યા, ભરતસિંહ સોલંકીના પોસ્ટર ફાડીને નેમ પ્લેટ તોડી નાખી, ઈમરાન ખેડાવાલાને ટિકિટ આપતા રોષ

| Edited By: | Updated on: Nov 14, 2022 | 2:55 PM

વિધાનસભાની ચૂંટણીમાં (Assembly election) ઉમેદવારીને લઈ કોંગ્રેસમાં વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ઘણી જગ્યાએ ઉમેદવારોની પસંદગીને લઈ તો કયાંક ટિકિટ કપાતા વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરોએ હોબાળો કર્યો હતો.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ પાર્ટીઓમાં વિરોધના સૂર ઉઠ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીને લઈ કોંગ્રેસમાં વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ઘણી જગ્યાએ ઉમેદવારોની પસંદગીને લઈ તો કયાંક ટિકિટ કપાતા વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરોએ હોબાળો કર્યો હતો. ઈમરાન ખેડાવાલાને ટિકિટ આપતા જમાલપૂરના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જમાલપૂરમાં મેન્ડેટ રદ કરવાની માગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત ઇલેકશન 2022 : ભરતસિંહ સોલંકી

જમાલપુર બેઠક પર ઈમરાન ખેડાવાળાને રિપીટ કરતા હોબાળો જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓ અમદાવાદ કૉંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હતા. કાર્યકર્તાઓ કાર્યાલયમાં ઘુસી ગયા હતા અને ભરતસિંહના પોસ્ટર સળગાવ્યા હતા. સાથે જ ભરતસિંહ સોલંકીના તક્તીને પણ તોડી નાંખવામાં આવ્યા હતા. સાથે કાર્યલાયની દીવાલો પર વિરોધી લખાણો પણ લખવામાં આવ્યા હતા. કૉંગ્રેસના કાર્યકર્તાઓનો આક્ષેપ હતો કે, ઈમરાન ખેડાવાળાને ભરતસિંહ સોલંકીએ ટિકિટ અપાવી છે અને સાથે જ આક્ષેપ કર્યો હતો કે, કૉંગ્રેસના કાર્યકર્તાઓની અવગણના કરીને ભાજપને જીતાડવા માટે ઈમરાન ખેડાવાળાને ટિકિટ આપવામાં આવી રહી છે.

ગુજરાત ઇલેકશન 2022 : વિવાદ ખાળવા ટીમ ગુજરાતમાં

કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી મુદ્દે ચાલી રહેલા વિવાદને લઇને દિલ્હી હાઇકમાન્ડ પણ એક્શનમાં છે. વિવાદને ખાળવા હાઇકમાન્ડે દિલ્લીથી મોટી ટીમ મોકલી છે. કોંગ્રેસે દિલ્લીથી 26 લોકોને લોકસભા બેઠક મુજબ વિવાદ ખાળવાની જવાબદારી સોંપી છે. કોંગ્રેસના 4 સહપ્રભારીઓ સામે પણ અનેક લોકોએ ફરિયાદ કરી છે. ટિકિટ ફાળવણીની ગુંચ ઉકેલવના દિલ્લીથી ટીમ આવી છે. શુક્રવારે પણ વિપક્ષના નેતાના નિવાસસ્થાને અશોક ગેહલોતે બેઠક કરી હતી. કેટલીક બેઠકો પર વ્યક્તિગત લાભ માટે ટિકિટ ફાળવાઇ હોવાની ફરિયાદ છે.