અરવલ્લીઃ મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ

|

Jun 29, 2024 | 5:15 PM

મોડાસા શહેરના આરાધના સોસાયટી વિસ્તારમાં રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારમાં એક તરફ ગટરના પાણી ઉભરાતા હતા. ત્યાં હવે સોસાયટીમાં વરસાદી પાણી પણ તળાવની જેમ ભરાઈ જવા પામ્યા છે. જેને લઈ સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.

અરવલ્લીના મોડાસા શહેરમાં સ્થાનિકો નગર પાલિકા તંત્રને લઈ પરેશાન થઈ ચૂક્યા છે. મોડાસા નગર પાલિકા તંત્રના એક બાદ એક અણધડ વહિવટના કાર્યો સામે આવતા જ રહે છે. બે દિવસ અગાઉ એક મહિલાનો પગ ગટરના ઢાંકણાની જાળીમાં ફસાઈ ગયો હતો. હવે આરાધના સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઈ જવાને લઈ સ્થાનિકો પરેશાન થઈ ગયા છે.

મોડાસા શહેરના આરાધના સોસાયટી વિસ્તારમાં રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારમાં એક તરફ ગટરના પાણી ઉભરાતા હતા. ત્યાં હવે સોસાયટીમાં વરસાદી પાણી પણ તળાવની જેમ ભરાઈ જવા પામ્યા છે. જેને લઈ સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. હજુ તો વરસાદની આવન જાવન વચ્ચે આવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, તો ચોમાસુ જામશે ત્યારે કેવી સ્થિતિ સર્જાશે એ રોષ વર્તાઈ રહ્યો છે.

આ પણ વાંચો:  T20 World Cup: ભારત-દક્ષિણ આફ્રિકા ફાઈનલ પહેલા બાર્બાડોસમાં વરસાદ, મેચ ધોવાઈ જાય તો ટ્રોફી કોને મળશે? જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video