અંબાજીમાં દારુડીયાઓનો ત્રાસ વધ્યો, પોલીસે શરુ કરી કાર્યવાહી

|

Mar 02, 2024 | 4:32 PM

યાત્રાધામ અંબાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. ભક્તોની મોટી ભીડ અહીં જામતી હોય છે. આ દરમિયાન અસામાજીક તત્વોથી મંદિરે આવતા શ્રદ્ધાળુંઓ સહિત સ્થાનિક દુકાનદારો અને વેપારીઓને હેરાનગતિ થઇ રહી છે. જેને લઇ અંબાજી પોલીસનું સ્થળ પર સતત મોનીટરીંગ શરુ કરાયુ છે.

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મેઇન બજારમાં જ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યાનું સામે આવ્યું. નશામાં ધુત લોકો અને દારૂનું વેચાણ કરનારાઓ વચ્ચે પણ મારામારીની થઇ હતી. આ અસામાજીક તત્વોથી મંદિરે આવતા શ્રદ્ધાળુંઓ સહિત સ્થાનિક દુકાનદારો અને વેપારીઓને હેરાનગતિ થઇ રહી છે.

આ પણ વાંચો: અરવલ્લીઃ અંતિમ સંસ્કારની વિધી દરમિયાન ભમરા ઉડ્યા, ડાઘુઓમાં નાસભાગ મચી ગઈ 

જાહેર રસ્તા પર બબાલ બાદ પોલીસ તાત્કાલિક ધોરણે એક્શનમાં આવી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. પોલીસે રસ્તા પરથી દેશી દારૂની પોટલીઓ ભરેલા કોથળા કબજે કર્યા. હાલ અંબાજી પોલીસનું સ્થળ પર સતત મોનીટરીંગ ચાલી રહ્યું છે. અંબાજી પોલીસે મેઈન બજારમાં વોચ ગોઠવી છે. પોલીસે દારુને લઈ હવે એક્શનમાં આવીને કાર્યવાહી પણ શરુ કરી છે અને દારુ પીધેલા અને વેચનારાઓને પકડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 4:29 pm, Sat, 2 March 24

Next Video