Surat : ખાનગી લકઝરી બસની શહેરમાં ‘નો એન્ટ્રી’ ! મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા

|

Feb 21, 2023 | 7:38 AM

સુરત શહેરમાં આવતી તમામ ખાનગી લકઝરી બસ વાલક પાટિયા પાસે ઉભી રહી હતી. જેનો પગલો મુસાફરો અટવાયા હતા.

સુરત શહેરમાં ખાનગી લકઝરી બસ શહેરમાં નહિં પ્રવેશ કરવાનો મુદ્દો ગરમાયો છે, કારણ કે આ નિર્ણયને પગલે હજારોની સંખ્યામાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના અલગ- અલગ વિસ્તારના મુસાફરોએ રિક્ષામાં ડબલ ભાડા આપી જવુ પડી રહ્યુ છે.આપને જણાવી દઈએ કે, સુરત શહેરમાં આવતી તમામ ખાનગી લકઝરી બસ વાલક પાટિયા પાસે ઉભી રહી હતી. જેનો પગલો મુસાફરો અટવાયા હતા.

આજે વહેલી સવારથી તમામ બસો સુરત શહેરમાં પ્રવેશ કર્યો નહિં, જેને પગલે સુરતીઓએ 12 કિમી દુર જવુ પડી રહ્યુ છે. મહત્વનું છે કે દરરોજ સુરતમાં 500થી 600 બસ આવે છે.

 સુરતીઓએ 12 કિમી દુર જવુ પડી રહ્યુ છે

આપને જણાવી દઈએ કે, સુરતમાં ખાનગી બસ એસોસિએશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ 21 ફેબ્રુઆરીથીતમામ લકઝરી બસો સુરત બહાર થી ઉપડશે અને સવારે બહારથી આવતી તમામ બસો પણ શહેર બહાર જ ઉભી રહેશે.મહત્વનું છે કે શહેરમાં સવારે-રાત્રે થતા ટ્રાફિકને લઈ નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરત શહેરમાં દરરોજ 500 થી વધુ બસોની આવન જાવન રહે છે, જેમાં મોટાભાગે સૌરાષ્ટ્ર અને અમદાવાદની બસો હોય છે.

 

Published On - 7:20 am, Tue, 21 February 23

Next Video