Ahmedabad: ફોર્મ સી રિન્યુઅલ મુદ્દે ખાનગી હોસ્પિટલના ડૉક્ટર્સે હડતાળ પાડી, 400 હોસ્પિટલો બંધ

|

May 26, 2022 | 5:04 PM

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના સેક્રેટરી ડૉક્ટર વિરેન શાહે કહ્યું કે- સત્તાધીશોને ફોર્મ સી રિન્યુઅલ અને બીયુ પરમિશન બાબતે અનેકવાર રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ ઉકેલ ન આવતાં આ સ્થિતિનું નિર્માણ થયું છે.

અમદાવાદ (Ahmedabad) માં ફોર્મ સી રિન્યુઅલ મુદ્દે આજે ખાનગી હોસ્પિટલ (Hospital) ના ડૉક્ટર્સ હડતાળ પાડી હતી. ખાનગી હોસ્પિટલના ડૉક્ટર્સ મોટરસાઈકલ-કાર રેલી યોજી હતી અને ત્યારબાદ ધરણા યોજીને મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું. હોસ્પિટલના રજિસ્ટ્રેશન એટલે કે સી ફોર્મ રિન્યુઅલ ન થવાના કારણે 400 જેટલી હોસ્પિટલ-નર્સિંગ હોમ્સને આજે તાળાં લાગી ગયાં હતાં. જેના કારણે શહેરની બે હજાર જેટલી ખાનગી હોસ્પિટલોએ થોડા દિવસ પહેલાં જ બે દિવસની હડતાળ પાડી હતી. પરંતુ હજુ સુધી રિન્યુઅલના મુદ્દાનું નિરાકરણ ન આવતાં આજે બપોરે 2.30 કલાકે ડૉક્ટર્સ મોટરસાઈકલ અને કાર રેલી યોજી હતી. રિવરફ્રન્ટ નજીક વલ્લભસદનથી રેલી શરૂ કરી હતી અને તે આશ્રમ રોડથી ટાઉનહોલ, એલિસબ્રિજ, ખમાસા થઈને દાણાપીઠ કોર્પોરેશન સુધી પહોંચી હતી. જ્યાં ધરણા પ્રદર્શન બાદ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપવામાં આપ્યું હતું. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના સેક્રેટરી ડૉક્ટર વિરેન શાહે કહ્યું કે- સત્તાધીશોને ફોર્મ સી રિન્યુઅલ અને બીયુ પરમિશન બાબતે અનેકવાર રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ ઉકેલ ન આવતાં આ સ્થિતિનું નિર્માણ થયું છે.

ઑક્ટોબર 2021 સુધી નર્સિંગ હોમ અને હૉસ્પિટલોના રજિસ્ટ્રેશન માટે ક્યારેય બીયુ પરવાનગીની જરૂર નહોતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યોગ્યતા સહિત સ્ટાફની વિગતોની ચકાસણી કર્યા બાદ નોંધણી પ્રમાણપત્ર જારી કરતું હતું, જેને સામાન્ય રીતે ફોર્મ ‘સી’ તરીકે ઓળખવામાં આવે છે. વધુમાં, તમામ શહેરોમાંથી માત્ર અમદાવાદ કોર્પોરેશન જ રજિસ્ટ્રેશન માટે બીયુની પરવાનગીની માંગણી કરે છે. આ વધુ વ્યંગાત્મક છે કે આ પરવાનગી માત્ર મૉર્ડન મેડિસિન સાથે કામ કરતી હેલ્થકેર સુવિધાઓને જ લાગુ પડે છે.

Next Video