ગુજરાતના CMની શપથવિધિ સમારોહની તડામાર તૈયારી, ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ હેલીપેડ મેદાનની લીધી મુલાકાત

|

Dec 11, 2022 | 7:42 PM

ગુજરાતના મુખ્યપ્રધાન પદ માટે ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર શપથ લેવાના છે તેને લઈને ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડમાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે રાજ્ય પોલીસ વડા અને પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા પણ કરી છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ અને જે.પી.નડ્ડા સહિતાના મહાનુભાવો શપથવિધિના સમારોહમાં હાજર રહેવાના છે.

ગુજરાતના મુખ્યપ્રધાન પદ માટે ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર શપથ લેવાના છે તેને લઈને ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડમાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે રાજ્ય પોલીસ વડા અને પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા પણ કરી છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ અને જે.પી.નડ્ડા સહિતાના મહાનુભાવો શપથવિધિના સમારોહમાં હાજર રહેવાના છે. જ્યારે બીજી તરફ મંત્રીમંડળમાં કોણ તે અંગેની ચર્ચાએ પણ રાજ્યભરમાં જોર પકડ્યું છે. જેમાં 156 બેઠક જીત્યા બાદ પણ જોડતોડની રાજનીતિ શરૂ થઈ છે. જેમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા ત્રણ ઉમેદવારો ગઈકાલે ભાજપમાં સત્તાવાર રીતે જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ અન્ય ચૂંટાયેલા ધારાસભ્ય પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નવા પ્રધાનમંડળમાં પાટીદાર અને ઓબીસી પાવર અકબંધ રહેશે. પ્રધાનમંડળમાં સૌથી વધુ પાટીદાર અને ઓબીસી પ્રધાનોના સમાવેશની શક્યતા છે. 9 સંભવિતોમાંથી 6 પાટીદારોને પ્રધાનમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે. 7 ઓબીસી ચહેરાઓને પ્રધાન મંડળમાં તક મળી શકે છે. 5 આદિવાસી નેતાને ટીમ ભૂપેન્દ્રમાં સ્થાન મળી શકે છે. દલિત સમુદાયમાંથી પાંચ ધારાસભ્યોને પ્રધાન બનાવાય તેવી શક્યતા છે. બે બ્રાહ્મણ અને એક ક્ષત્રિય ચહેરાનો પણ પ્રધાન મંડળમાં સમાવેશ થઈ શકે છે.

નવા મંત્રીમંડળમાં કેબિનેટમાં કોણ ?

જો કેબિનેટની વાત કરવામાં આવે તો કિરીટસિંહ રાણા, કનુ દેસાઇ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, શંભુ પ્રસાદ ટુંડિયા અથવા રમણ વોરા, મુળુ બેરા, અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, જીતુ વાઘાણી, ગણપત વસાવા આ ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. 11 નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. આ ભાજપના ઘણા સિનિયર ચહેરાઓ છે. આ ચહેરાઓને જાતિગત સમીકરણને લઇને કેબિનેટમાં સ્થાન મળી શકે તેમ છે. ઝોન વાઇસ પણ આ નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

Next Video