Ahmedabad: પ્રિ-મોન્સૂન પ્લાનના નામે AMCએ કરેલા દાવાઓ ક્યાં ગયા ? જુઓ Video

Ahmedabad: પ્રિ-મોન્સૂન પ્લાનના નામે AMCએ કરેલા દાવાઓ ક્યાં ગયા ? જુઓ Video

| Edited By: | Updated on: Jun 29, 2023 | 6:57 PM

અમદાવાદ કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન કેમ નિષ્ફળ ગયો તેને લઈ શહેરીજનો વિચારમાં પડ્યા છે. કારણ કે પ્રિ-મોન્સૂન કામગીરીને લઈ પ્લાનના નામે AMCએ માસ મોટા દાવાઓ કર્યા હતા. જે પોકળ સાબિત થયા છે.

Ahmedabad: સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સરેરાશ એક ઇંચ વરસાદમાં અડધુ અમદાવાદ પાણી પાણી થયું છે. સામાન્ય વરસાદમાં અમદાવાદ પૂર્વ બેટમાં ફેરવાયું છે. મેઘરાજાએ AMCના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી કાઢી છે. સાવ સામાન્ય કહી શકાય તેવા વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી શહેરીજનો પરેશાન થયા હતા. વરસાદ બાદ એક કલાકમાં પાણી ઉતરી જવાના દાવાની હવા નીકળી છે. ત્યારે હવે જો એક સાથે 5 ઇંચ વરસાદ ખાબકે તો શહેરના હાલ બેહાલ થવાનું નક્કી છે.

સામાન્ય વરસાદમાં અમદાવાદ જળબંબાકાર થયું છે. અમદાવાદના કેટલાંક વિસ્તારોની એવી હાલત થઇ, જેનો કદાચ AMCના તંત્રએ પણ વિચાર નહીં કર્યો હોય. નરોડા હોય કે રિવરફ્રન્ટ, અસારવા હોય તે મેઘાણીનગર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો નજરે પડ્યા છે. આ દ્રશ્યો જોઇને ચોક્કસ એવો ભાસ થાય કે અહીં વાદળ જ ફાટ્યું હશે. આપને જાણીને આશ્ચર્ય થશે કે જે વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે ત્યાં માંડ અડધાથી દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો  : ગીર સોમનાથના ઉનામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો

હવે તમે જ વિચારો કે જો એકાદ ઇંચમાં શહેરની આવી હાલત થાય, તો એકસાથે જ્યારે 10 ઇંચ વરસાદ વરસે તો અમદાવાદના કેવા હાલ સર્જાય. તો સૌથી વધુ કફોડી સ્થિતિ નરોડાની થઇ. અહીં મેઘરાજાએ એવી તો બેટિંગ કરી કે થોડી જ વારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, રસ્તા પર વહેતી નદીઓ, ટ્રાફિકજામ, વાહનચાલકો પરેશાન, આ તમામ સ્થિતિનું નિર્માણ નરોડામાં થયું. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અધરસ્તે જ અટવાયા અનેક વાહનચાલકો રસ્તામાં જ ફસાઇ પડ્યા. વાહનો ફસાતા નરોડામાં ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો