આજનું હવામાન : ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, આ તારીખે ધોધમાર વરસાદની શક્યતા, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, આ તારીખે ધોધમાર વરસાદની શક્યતા, જુઓ Video

| Updated on: May 21, 2025 | 8:05 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ પડી શકે છે. આજે ગુજરાતભરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 22, 23, 24 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ પડી શકે છે. આજે ગુજરાતભરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 22, 23, 24 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. 25 તારીખે ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટા-છવાયો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ 23 અને 24 તારીખ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય છે.

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટ શરૂ થઇ ચૂકી છે. જેના પગલે હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવી છે. જોકે 22 મે બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, અને ભારે પવન સાથે વરસાદ પડશે. તો 23 મેના રોજ પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, વલસારી, તાપી જિલ્લા અને નવસારી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Published on: May 21, 2025 08:04 AM