તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ પહોંચ્યો ગુજરાત, અમૂલે અમદાવાદમાં કેમ નોંધાવી ફરિયાદ ?

|

Sep 21, 2024 | 12:46 PM

તિરુપતિના પ્રસાદમાં જે ઘી વપરાયુ છે તે અમૂલ દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હોવાની અફવા ફેલાઈ હતી અને દાવો પણ કરવામાં આવી રહ્યો હતો. જે બાદ અમૂલે હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ હવે ગુજરાત પહોંચી ગયો છે. ત્યારે હવે ગુજરાતના અમદાવાદમાં અમૂલ દ્વારા સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ તિરુપતિના પ્રસાદમાં જે ઘી વપરાયુ છે તે અમૂલ દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હોવાની અફવા ફેલાઈ હતી અને દાવો પણ કરવામાં આવી રહ્યો હતો. જે બાદ અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોચાડી ખોટા સમાચાર ફેલાવવાને લઈને કંપનીએ ફરીયાદ નોંધાવી છે.

તિરુપતિ મંદિરના પ્રસાદનો વિવાદ ગુજરાત પહોંચ્યો

વિશ્વભરમાં દૂધ સહિત દૂધની તમામ વસ્તુઓ સપ્લાય કરતી અમૂલ ડેરીએ હવે તેને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચતા અમદાવાદ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલો તિરુપતિ મંદિરના પ્રસાદ સાથે જોડાઈ ગયો છે. પહેલા જ તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થતો હોવાનો મોટો ખુલાસો થયો હતો. જે પ્રસાદ માટે અમૂલ દ્વારા ઘી સપ્લાય કરવામાં આવ્યો હોવાની અફવા ફેલાઈ હતી. આથી અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

લાડુ બનાવવા બીફ ફેટનો ઉપયોગ

વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ વેંકટેશ્વર મંદિરના પ્રસાદમાં ભેળસેળની પુષ્ટિ થયા બાદ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતુ કે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં સત્તારૂઢ ટીડીપીએ દાવો કર્યો છે કે તિરુપતિના પ્રખ્યાત શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવતા લાડુ બનાવવા માટે બીફ ફેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને તે અંગે રિપોર્ટમાં પણ ખુલાસો થયો છે.

અમૂલ નોંધાવી ફરિયાદ

ત્યારે હવે આ મામલામાં અમૂલને વચ્ચે લાવતા કંપનીએ તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાળવા બદલ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

Next Video