વાવ થરાદમાં બટાટાના ભાવ ગગડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા કેટલાય દિવસોથી બટાટાના ભાવ તળિયે જતા ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સતાવી રહી છે. આ જ મુદ્દે ખેડૂતોએ આજે વિરોધ નોંધાવ્યો. ખેડૂતોની સાથે સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસ નેતાઓએ પણ વિરોધ નોંધાવ્યો. ગેનીબેન ગળામાં બટાકાનો હર પહેરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. લાખણી, દિયોદર અને ડીસા તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યુ છે પરંતુ ભાવ ગગડતા ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ છે.
બટાકાના ભાવ ગગડતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. ગત વર્ષે 20 કિલો બટાકાના ખેડૂતોને 200 થી 250 રૂપિયા સુધીનો ભાવ મળતો હતો. જે ચાલુ વર્ષે ઘટીને સાવ તળિયે આવી ગયો છે અને ખેડૂતોને 80 થી 150 સુધીનો ભાવ મળી રહ્યો છે. આ જ કારણથી ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા બટાકાના હાર બનાવી રોષ વ્યક્ત કર્યો. લાખણીના ખેડૂતો બટાકાના ભાવ ન મળતા અનોખો વિરોધ કર્યો. કલેક્ટર કચેરીએ કોંગ્રેસ અને ખેડૂતોની બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર પણ પહોંચ્યા. તેમણે પણ ખેડૂતોની સાથે ગળામાં બટાટાના હાર પહેરી વિરોધ વ્યક્ત કર્યો. ખેડૂતોને ગત વર્ષ કરતા આ વર્ષે મણ પર રૂ 100 થી રૂ130નું નુકસાન થઈ રહ્યુ છે.
Input Credit- Dinesh Thakor- Banaskantha
Published On - 7:35 pm, Tue, 24 February 26