Jamnagar: વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ વચ્ચે પોસ્ટર યુદ્ધ શરુ, ભાજપે શરુ કરેલા પ્રચાર સામે કોંગ્રેસનો વિરોધનો પ્રહાર

|

Apr 24, 2022 | 9:02 AM

વિધાનસભાની ચૂટંણી (Assembly elections) વહેલી આવે કે ના આવે પરંતુ રાજકીય પક્ષોએ પ્રચારની શરૂઆત કરી છે. તો પ્રચારની સાથે જામનગરમાં (Jamnagar) પોસ્ટર યુધ્ધની શરૂઆત થઈ છે.

જામનગરમાં (Jamnagar) વિધાનસભાની ચૂંટણી (Assembly elections) પહેલા ભાજપ (BJP)અને કોંગ્રેસ (Congress) વચ્ચે પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે. જામનગર શહેરની જાહેર દિવાલો પર ભાજપે કમળની પ્રતિકૃતિ બનાવી પ્રચાર શરુ કર્યો છે. શહેરના સાત રસ્તા સર્કલથી પ્રદર્શન મેદાન તરફ આવેલી દિવાલો પર ભાજપે કમળનું ચિહ્ન દોર્યું. તો કમળના ચિહ્ન પાસે જ કોંગ્રેસ દ્વારા ગેસ સિલિન્ડર દોરી, તેમાં પહેલા અને અગાઉના ભાવ દર્શાવી ભાજપ પર મોંઘવારી મુદ્દે નિશાન તાકવામાં આવ્યું છે.

વિધાનસભાની ચૂટંણી વહેલી આવે કે ના આવે પરંતુ રાજકીય પક્ષોએ પ્રચારની શરૂઆત કરી છે. તો પ્રચારની સાથે જામનગરમાં પોસ્ટર યુધ્ધની શરૂઆત થઈ છે. ભાજપે કમળના ચિહ્ન સાથે દિવાલ રંગી, તો સામે કોંગ્રેસે મોંઘવારીને મુદ્દો બનાવીને અનોખી રીતે વિરોધ શરુ કર્યો. ભાજપના ચિહ્ન સામે જ ગેસના બાટલા અને તેના ભાવ સાથેનું ચિત્ર મૂકી પ્રચાર યુદ્ધ શરૂ કર્યુ છે.

ભાજપે તેને કૉંગ્રેસની હીન કક્ષાની રાજનીતિ ગણાવી. દિવાલ પર ભાજપના ચિહ્નની બાજુમાં ગેસ સિલિન્ડર દોરવા પર કોંગ્રેસને આડેહાથ લેતા આકરા પ્રહાર કર્યા. ભાજપ શહેર પ્રમુખે કહ્યું કે, કોંગ્રેસ પાસે વિરોધનો કોઈ મુદ્દો ન હોવાથી હલકી કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે. આ સાથે જ તેમણે કહ્યુ કે ભાજપે અનેક મહિલાઓને મફત ગેસ સિલીન્ડર આપ્યા છે. તે તેમને નથી દેખાતુ. દેશભરમાં મફત વેકસીન આપી, અનાજ વિતરણ કર્યુ, તેવા કાર્ય કોંગ્રેસને નથી દેખાતા. કોઈ મુદ્દો ના હોવાથી કોંગ્રેસ આ પ્રકારે વિરોધ કરે છે.

આ પણ વાંચો-Narmada: સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ, ગુજરાતમાં 182 જેટલી નદીના પટ સુકાયા

આ પણ વાંચો-આજે બિનસચિવાલય ક્લાર્ક, સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા, કડક સુરક્ષા સાથે 32 જિલ્લાના 3243 કેન્દ્રો પર પરીક્ષા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video