Gandhinagar: ગુજરાત સરકારનું બજેટ નિર્ધારિત સમય કરતા વહેલું આવે તેવી શક્યતા, આ Videoમાં જાણો કારણ

Gandhinagar: ગુજરાત સરકારનું બજેટ નિર્ધારિત સમય કરતા વહેલું આવે તેવી શક્યતા, આ Videoમાં જાણો કારણ

| Edited By: | Updated on: Oct 19, 2023 | 4:22 PM

રાજ્ય સરકારનું બજેટ નિર્ધારિત સમય કરતા વહેલું આવે તેવી શક્યતા છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકારના બજેટ બાદ માર્ચ મહિનામાં રાજય સરકારનું બજેટ જાહેર થતું હોય છે. જો કે ગઇકાલે મળેલી કેબિનેટ બેઠકમાં (Cabinet meeting) પ્રધાનોને બજેટ વહેલુ આવે તેવા સંકેત અપાયા છે. વિભાગને ફાળવાયેલી બજેટની રકમ જલ્દી વાપરવા પ્રધાનોને સૂચના આપી દેવામાં આવી છે. વર્ષ 2023-24ના બજેટના કામો વહેલા પૂર્ણ કરવા પણ સૂચના આપી દેવામાં આવી છે.

Gandhinagar :  રાજ્ય સરકારનું બજેટ નિર્ધારિત સમય કરતા વહેલું આવે તેવી શક્યતા છે. ગઇકાલે મળેલી કેબિનેટ બેઠકમાં (Cabinet meeting) પ્રધાનોને આ સંકેત અપાયા છે. વિભાગને ફાળવાયેલી બજેટની રકમ જલ્દી વાપરવા પ્રધાનોને સૂચના આપી દેવામાં આવી છે. વર્ષ 2023-24ના બજેટના કામો વહેલા પૂર્ણ કરવા પણ સૂચના આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો- Ahmedabad Breaking News : લાઉડ સ્પીકરનો જાહેરમાં ઉપયોગ પહેલા લાયસન્સ લેવું ફરજિયાત, પોલીસની લેવી પડશે પરવાનગી

લોકસભા ચૂંટણી અને આચારસંહિતાને લઈને બજેટ વહેલુ આવે તેવી શક્યતા છે. કેબિનેટ બેઠકમાં આ અંગેના સંકેતો પ્રાપ્ત થયા છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકારના બજેટ બાદ માર્ચ મહિનામાં રાજય સરકારનું બજેટ જાહેર થતું હોય છે. જો કે આ વખતે આ બજેટ વહેલુ આવે તેવા સંકેત મળ્યા છે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો