Breaking News : ઓઝત નદી પરના પુલની દીવાલ ધસી, બન્ને તરફ દીવાલ ચણી રસ્તો બંધ કરવામાં આવ્યો, જુઓ Video

Breaking News : ઓઝત નદી પરના પુલની દીવાલ ધસી, બન્ને તરફ દીવાલ ચણી રસ્તો બંધ કરવામાં આવ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 12, 2025 | 2:56 PM

વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ફરી એક વાર એક દુર્ઘટના બનતા ટળી છે. જૂનાગઢમાં ઓઝત નદી પરના પુલની દીવાસ ધસી પડી હોવાની ઘટના બની છે. માણાવદરના બાલાગામ આંબલીયા રસ્તે જતા પુલની દીવાસ ધસી ગઈ છે.

વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ફરી એક વાર એક દુર્ઘટના બનતા ટળી છે. જૂનાગઢમાં ઓઝત નદી પરના પુલની દીવાસ ધસી પડી હોવાની ઘટના બની છે. માણાવદરના બાલાગામ આંબલીયા રસ્તે જતા પુલની દીવાસ ધસી ગઈ છે. એક તરફનો ભાગ નદીમાં ધસી પડતા તંત્ર હરકતમાં આવી છે. બન્ને તરફ દીવાલ ચણી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. કેશોદ-માણાવદરને જોડે પુલ છે. અગાઉ પણ જર્જરિત દીવાલ ધસી પડતા સમારકામ કરાયું હતું. જો કે સદનસીબે કોઈ પણ જાનહાનિની માહિતી સામે આવી નથી.

ગંભીરા બ્રિજ તૂટ્યો

બીજી તરફ ચાર દિવસ અગાઉ આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો હતો. મહીસાગરનો આ બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાથી આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર બ્રિજ તૂટતા અનેક વાહનો નદીમાં પડ્યા હતા. નદીમાં ટેન્કર, ટુ વ્હિલર સહિત કારના વાહન પડ્યા હતા. જેમાં 21 લોકોના મોત થયા હતા.

ગુજરાતમાં પહેલા પણ આવા અકસ્માતો બન્યા છે

2021 થી ગુજરાતમાં પુલ તૂટી પડવાની ઓછામાં ઓછી છ મોટી ઘટનાઓ બની છે. સૌથી ભયાનક ઘટના ઓક્ટોબર 2022 માં બની હતી જ્યારે મોરબી શહેરમાં મચ્છુ નદી પર બનેલા બ્રિટીશ યુગના ઝૂલતા પુલ તૂટી પડવાથી 135 લોકો મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત બાદ સરકાર એક્શન મોડમાં છે. આ જ કારણ છે કે સરકારે ઉતાવળે 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો