પોરબંદર : ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટ સાથે 10 લોકોને ઝડપી લીધા

|

Jan 09, 2022 | 12:58 PM

આ ઘટના 8 જાન્યુઆરીની રાત્રે બની હતી. ઓપરેશનના ભાગરૂપે ભારતીય કોસ્ટ ગાર્ડે આ તમામને પકડી લીધા હતા. બોટ સહિત પાકિસ્તાનીઓને હાલ પૂછપરછ માટે પોરબંદર આજ સાંજ સુધીમાં લાવવામાં આવશે.

પોરબંદરમાં ભારતીય કોસ્ટ ગાર્ડના અંકિત જહાજના એક ઓપરેશનમાં, કોસ્ટગાર્ડે (Indian coast gaurd) ગુજરાતના (Gujarat sea) દરિયાકાંઠેથી અરબી સમુદ્રમાંથી 10 પાકિસ્તાની (Pakistan) નાગરિકોની ધરપકડ કરી છે. આ તમામ પાકિસ્તાની બોટ ‘યાસીન’માં (Pakistani boat Yasin) સવાર હતા. આ ઘટના 8 જાન્યુઆરીની રાત્રે બની હતી. ઓપરેશનના ભાગરૂપે ભારતીય કોસ્ટ ગાર્ડે આ તમામને પકડી લીધા હતા. બોટ સહિત પાકિસ્તાનીઓને હાલ પૂછપરછ માટે પોરબંદર આજ સાંજ સુધીમાં લાવવામાં આવશે. આવું પહેલીવાર બન્યું નથી કે જ્યારે પાકિસ્તાની બોટ (Pakistani boat) પકડાઈ હોય. આ પહેલા પણ ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગુજરાતના દરિયાકાંઠે એક બોટ ઝડપાઈ હતી. જેમાં પાકિસ્તાનના 12 ક્રૂ મેમ્બર હતા.

બે દિવસ પહેલા પંજાબના ફિરોઝપુરમાં પણ પાકિસ્તાની બોટ ઝડપાઇ હતી

બે દિવસમાં બીજી પાકિસ્તાનની બોટ પકડાઈ છે. આ પહેલા પણ શુક્રવારે પંજાબના ફિરોઝપુર જિલ્લામાં બોર્ડર પર BSFએ પાકિસ્તાનની એક બોટ પકડી હતી. આ અંગે ન્યુઝ મીડિયાને વાત કરતા બીએસએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદ પર બોટ પકડાઈ હતી. આવી બોટનો ઉપયોગ કરીને ડ્રગ્સ કન્સાઈનમેન્ટ લઈ જવામાં આવે છે. શિયાળા દરમિયાન, પાકિસ્તાનીઓ ગાઢ ધુમ્મસનો લાભ ઉઠાવે છે અને દવાઓની સપ્લાય કરે છે. તમને જણાવી દઈએ કે, તાજેતરના દિવસોમાં પંજાબમાં પાકિસ્તાનના ઘણા ડ્રોન પકડાયા છે.

 

આ પણ વાંચો : સુરત : કેમિકલ ગેસ લિકેજ કેસમાં GIDCના PI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ, 14 પોલીસ કર્મીઓની બદલી

આ પણ વાંચો : અમદાવાદ અને સુરતમાં હજુ પણ લોકો બેદરકાર, મેદાનમાં યુવાનો કોરોના ગાઇડલાઇનને ભુલી ક્રિકેટ રમતા જોવા મળ્યા

Published On - 12:56 pm, Sun, 9 January 22

Next Video