Navsari: નવસારી (Navsari) જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કાચા મકાનમાં વસતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવીમાં જલારામ મંદિરની સામે તલાવિયા આ વરસાદ આફતરૂપ બન્યો છે. તલાવિયા પરિવારનું કાચું મકાન ધરસાયી થતાં ઘરવખરીને નુકશાન પહોંચ્યું છે. જોકે, પરિવારના 7 સભ્યોનો આબાદ બચાવ થયો છે.
આ પણ વાંચો Monsoon 2023 : નવસારીમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની ટીમ સ્ટેન્ડ બાય, જુઓ Video
સરકારની આવાસ યોજના અંતર્ગત નવા મકાન માટે અરજી આપી હતી, પરંતુ નવું મકાન ન બન્યું હોવાને કારણે મકાન ધરાશાયી થયું છે. સરકાર સર્વે કરી નવું મકાન આપે તેવી માંગ કરવામાં આવી રહી છે. નવસારી જીલ્લામાં પ્રથમ વરસાદમાં જ મકાન ધરાશાયી થયું છે. ત્યારે ગરીબ પરિવારનું મકાન ધરાશાયી થતાં પરીવાર મુશ્કેલીમાં મુકાયો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો