Dahod : આરોગ્ય સુવિધા ક્યાં છે ? દાહોદ CHC માં પથારી એક, દર્દી બે, જુઓ Video
દાહોદ સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્રની કફોડી હાલત સામે આવી છે. દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં જગ્યા નથી. તો દર્દીઓ ઉભા ઉભા હાથમાં બોટલ પકડીને સારવાર લેતા નજરે પડ્યાં હતા. આરોગ્ય કેન્દ્રમાં એક પથારી પર બે દર્દી જોવા મળ્યા. જેને લઈ તંત્ર દ્વારા આપવામાં આવતી આરોગ્ય સુવિધાને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
હાલ રોગચાળાએ માથું ઉંચક્યું છે. ત્યારે દાહોદમાં પણ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. પરંતુ સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્રની બેદરકારીથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સંજેલી આરોગ્ય કેન્દ્રની હાલત એવી કફોડી છે કે અહીં દર્દીઓની સારવાર માટે જગ્યા જ નથી.
આ પણ વાંચો : Gujarati Video : PM નરેન્દ્ર મોદી છોટાઉદેપુરના બોડેલીમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
આરોગ્ય કેન્દ્રમાં એક પથારી પર બે દર્દીઓ જોવા મળી રહ્યા છે. તો દર્દીઓ ઉભા ઉભા હાથમાં બાટલા પકડીને સારવાર લેતા નજરે પડી રહ્યા છે. જેથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દર્દીઓ માટે કોઈ વ્યવસ્થા કરે તે જરૂરી બન્યું છે. શહેરી જનોને આરોગ્યની સુવિધા પૂરી પાડવી એ તંતની પ્રાથમિક ફરજ છે પરંતુ અહી સ્થિતિ કઈ અલગ જોવા મળી રહી છે.
