Mehsana: મહેસાણામાં રાજકારણ ગરમાયુ, હોદ્દાની રેસમાંથી કાપવા માટે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ક્લીપ વાયરલ! જુઓ Video

|

Sep 11, 2023 | 5:45 PM

વર્તમાન કારોબારી ચેરમેને આ દાવો કરતા કહ્યુ હતુ કે, ભાજપમાંથી જ કોઈએ હોદ્દો નહીં મળવા દેવા માટે થઈને આ ક્લીપ વાયરલ કરીને માહોલ ઉભો કર્યો છે. તો જેમના નામ ઉછળ્યા છે, તેઓએ પણ આવી જ વાત કહેતા હવે ભાજપમાં જ માહોલ ગરમાયો હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે.

મહેસાણા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયુ છે. ભાજપમાં જ અંદર અંદર ખેંચમતાણ હોવાના સંકેતો સામે આવ્યા છે. અંદર અંદર જ એક બીજાની પર કાદવ ઉછાળવામાં આવી રહ્યો હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય એમ આક્ષેપ અને બાદમાં વળતા જવાબ પરથી લાગી રહ્યુ છે. કૌશિક વ્યાસ અને જનક બ્રહ્મભટ્ટના નામ હવે એક ઓડીયો ક્લીપ આધારે ઉછાળવામાં આવ્યા છે. એક બીલને લઈને એક લાખ રુપિયા કરતા વધારે રકમને લઈ ભ્રષ્ટ્રાચારના આક્ષેપને ઉછાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Narmada: શિક્ષણ પ્રધાને વાયરલ થયેલા વીડિયો વિશે કર્યો ખુલાસો, જ્ઞાન સહાયક ભરતી મુદ્દે કહી મહત્વની વાત, જુઓ Video

જોકે હવે બંને નેતાઓ કારોબારી ચેરમેન પદ માટે રેસમાં સૌથી આગળ છે. જોકે હવે પ્રકારના ક્લીપને હવે હોદ્દો ના મળે એ માટે થઈને બદનામ કરવા માટે થઈને તે વાયરલ કરવામાં આવી હોય એમ દાવો કરવામાં આવી રહ્યો છે. વર્તમાન કારોબારી ચેરમેને આ દાવો કરતા કહ્યુ હતુ કે, ભાજપમાંથી જ કોઈએ હોદ્દો નહીં મળવા દેવા માટે થઈને આ ક્લીપ વાયરલ કરીને માહોલ ઉભો કર્યો છે. તો જેમના નામ ઉછળ્યા છે, તેઓએ પણ આવી જ વાત કહેતા હવે ભાજપમાં જ માહોલ ગરમાયો હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે.

 

 મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:44 pm, Mon, 11 September 23

Next Video