Ahmedabad : કાંકરિયા ઝૂમાં પશુ-પંખીઓને ગરમીથી રાહત આપવા એરકુલરની વ્યવસ્થા કરાઇ

Ahmedabad : કાંકરિયા ઝૂમાં પશુ-પંખીઓને ગરમીથી રાહત આપવા એરકુલરની વ્યવસ્થા કરાઇ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 12:06 AM

અમદાવાદના કાંકરિયાના કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં તમામ પશુ-પંખીઓને ગરમીથી રક્ષણ આપવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત પાંજરાની અંદર બહાર સવાર-સાંજ પાણીનો છંટકાવ કરવામાં આવે છે. તો પાંજરામાં પાણીના નાના હોજ બનાવાયા છે. તેમજ અનેક સ્થળોએ જમ્બો એરકુલર પણ ગોઠવ્વામાં આવ્યા છે.

અમદાવાદમાં(Ahmedabad)  માર્ચની શરૂઆતમાં જ તાપમાનનો પારો 40ને પાર થઈ જતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં(Kankariya Zoo)  પણ પશુ-પંખીઓને  ગરમીના પ્રકોપથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં કુલ 25 જેટલા એર કૂલર(Air Cooler)  લગાવવામાં આવ્યા છે.. તો સવાર સાંજ પાણીનો છંટકાવ કરી પ્રાણીઓને ગરમીમાંથી રાહત આપવામાં આવે છે. પાંજરા પર ગ્રીન નેટ બાંધી સીધો તાપ ન આવે તેની તકેદારી રાખવામાં આવે છે. તો ઠંડા અને રસદાર ફળો આપી તેમના સ્વાસ્થ્યને ગરમીથી રક્ષણ આપવામાં આવે છે… તેમજ પાણીમાં એન્ટી સ્ટ્રેસ મેડિસિન આપી તેમને ડિહાઈડ્રએશનથી બચાવવામાં આવે છે..

અમદાવાદના કાંકરિયામાં આવેલા કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં તમામ પશુ-પંખીઓને ગરમીથી રક્ષણ આપવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત પાંજરાની અંદર બહાર સવાર-સાંજ પાણીનો છંટકાવ કરવામાં આવે છે.તેમજ અનેક સ્થળોએ જમ્બો એરકુલર પણ ગોઠવ્વામાં આવ્યા છે.  પાંજરામાં પાણીના નાના હોજ બનાવાયા છે. જેમાં બેસી પ્રાણીઓ ઠંડક મેળવે છે. પાંજરાની ઉપર પણ ગ્રીન નેટ બાંધવામા આવી છે.

અમદાવાદ શહેરમાં ગરમી વધવાની શરૂઆત થઇ છે. તેમજ શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. તેથી આ ગરમીથી પ્રાણીઓને પણ રાહત મળે તે માટે કાંકરિયા પ્રાણીસંગ્રહાલય દ્વારા પશુ પંખીઓને પણ ઠંડક મળે તે માટે કુલર, ગ્રીન નેટ અને પાણીના છંટકાવની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો :’ સોમનાથના પ્રાંગણમાં અમૃત સ્વરધારા ઉત્સવ, પ્રથમ વખત દેશના 350થી વધુ કલાકારોની સતત પાંચ દિવસ સુધી કલા સાધના

આ પણ વાંચો :’ ગુજરાતના જામનગરમાં સ્થપાશે ટ્રેડીશનલ મેડિસીનનું વૈશ્વિક કેન્દ્ર , WHO અને ભારત સરકાર વચ્ચે કરાર

Published on: Mar 26, 2022 11:38 PM
g clip-path="url(#clip0_868_265)">