ગુજરાતમાં જૂનાગઢની(Junagadh)જેલમાં(Jail)જન્મદિવસની(Birthday)ઉજવણીના વીડિયો મામલે પોલીસ એક્શન મોડમાં આવી છે. એલસીબીની ટીમ તપાસ માટે જૂનાગઢ જેલમાં પહોંચી છે. પોલીસ વીડિયો અંગે ખરાઈ કરશે. હાલ જન્મદિવસની ઉજવણીના બે અલગ-અલગ વીડિયો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. એક વીડિયો જૂનાગઢ જેલનો અને બીજો વીડિયો ગોંડલની જેલનો હોવાની શક્યતા છે. તપાસ બાદ હકીકત સામે આવશે.
જે વીડિયો વાયરલ થયા છે તેમાં જોઈ શકાય છે કે, જેલની અંદર આરોપી કેક કાપી રહ્યા છે, અને ફટાકડા ફોડી રહ્યા છે. જન્મદિવસની આ ઉજવણીમાં કેટલાક શખ્સોના હાથમાં બીયરનું કેન પણ દેખાઈ રહ્યું છે. જેલમાં જે આરોપી છે તેની ઓળખ યુવરાજ માંજરિયા તરીકે કરાઈ છે. યુવરાજ પોતાની સગી બહેનની હત્યાના ગુનામાં જૂનાગઢ જેલમાં બંધ છે. દાવો કરાયો છે કે, વીડિયો બીજી ફેબ્રુઆરીનો છે. જન્મદિવસની ઉજવણી માટે આરોપીના મિત્રો પણ જેલમાં પ્રવેશ્યા હોવાની ચર્ચા છે. વાયરલ વીડિયોથી હાલ તો અનેક સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચો : Porbandar : માછીમારીઓના પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ મુદ્દે કોસ્ટ ગાર્ડ અને માછીમારો વચ્ચે બેઠક
આ પણ વાંચો : Rajkot : આટકોટના બળધોઇથી ગુમ થયેલી તરૂણી બેંગ્લોરથી મળી આવી