Surat Video : કાપોદ્રા અકસ્માત મુદ્દે MLA કુમાર કાનાણીના પોલીસ પર પ્રહાર, કહ્યુ ‘દિવસે સામાન્ય લોકોને હેરાન કરવાને બદલે પોલીસ રાત્રે કડક કાર્યવાહી કરે’

| Edited By: | Updated on: Jul 31, 2023 | 4:08 PM

કાપોદ્રા અકસ્માતની ઘટના બાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યુ છે કે વાહનચાલકો રાત્રે જ દારૂ પીને બેફામ વાહનો ચલાવે છે. દિવસે સામાન્ય લોકોને હેરાન કરવાને બદલે પોલીસ રાત્રે કડક કાર્યવાહી કરે.

Surat  : સુરતમાં કાપોદ્રામાં BRTS રૂટમાંથી પસાર થઇ રહેલા વાહનચાલકોને 100ની સ્પીડ આવી રહેલા કારચાલકે ટક્કર (Accident) મારી હતી. જે પછી બાઇકસવાર હવામાં ફંગોળાયો હતો. કારની ટક્કર વાગતા ઇજાગ્રસ્ત થયેલા 5 લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઇને MLA કુમાર કાનાણીએ (MLA Kumar Kanani) પોલીસ પર પ્રહાર કર્યા છે.

આ પણ વાંચો- Gujarati Video : ન્યૂડ વીડિયોકોલ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું મોટું નિવેદન, આવા વિષયોથી ભાગવાને બદલે પોલીસ મથકે ગુનો નોંધાવો

કાપોદ્રા અકસ્માતની ઘટના બાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યુ છે કે વાહનચાલકો રાત્રે જ દારૂ પીને બેફામ વાહનો ચલાવે છે. દિવસે સામાન્ય લોકોને હેરાન કરવાને બદલે પોલીસ રાત્રે કડક કાર્યવાહી કરે. તેમણે જણાવ્યુ કે દિવસે નહીં રાત્રીના સમયે ગમખ્વાર અકસ્માતો સર્જાય છે. જેથી રાત્રીના સમયે પોલીસ વિભાગનું ટ્રાફિક પર ફોકસ હોવું જોઇએ.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 31, 2023 01:28 PM