Mahisagar : લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા, જુઓ Video

| Edited By: | Updated on: Jan 21, 2025 | 9:53 AM

વારંવારની નોટિસ છતાં મસ્જિદ પરથી લાઉડ સ્પિકર ન ઉતારાતા ખાખીએ તવાઇ બોલાવી છે. લુણાવાડામાં પોલીસે મહેરૂ નિશા મસ્જિદ પરથી એક બે નહીં 7 જેટલા લાઉડ સ્પિકર હટાવ્યા છે.

વારંવારની નોટિસ છતાં મસ્જિદ પરથી લાઉડ સ્પિકર ન ઉતારાતા ખાખીએ તવાઇ બોલાવી છે. લુણાવાડામાં પોલીસે મહેરૂ નિશા મસ્જિદ પરથી એક બે નહીં 7 જેટલા લાઉડ સ્પિકર હટાવ્યા છે. આસપાસની હોસ્પિટલ અને શાળાઓની વ્યાપક ફરિયાદ અને સુપ્રીમ કોર્ટના જાહેરનામાનો ભંગ થતો હોવાનું માલૂમ પડતા ખાખી એક્શનમાં આવી હતી.

નોટિસ છતાં સ્પિકર ન ઉતારાતા પોલીસે બોલાવી તવાઇ

મસ્જિદ પર તવાઇ બોલાવીને તમામ લાઉડ સ્પિકર દૂર કરાયા છે. આ ઉલ્લેખનીય છે કે રોજ 5 વખતની નમાજ સમયે ઊંચા ઊંચા અવાજે મસ્જિદ પરથી લાઉડ સ્પિકર વગાડવામાં આવતા હતા. જેના પગલે અવાજનું પ્રદુષણ સર્જાતું હતું. જેથી સ્થાનિકો હેરાન પરેશાન થઇ ચૂક્યા હતા. આખરે ખાખીની તવાઇથી લુણાવાડાના લોકોને સ્પિકરના ઉંચા અવાજથી મોટી રાહત મળી છે.