Video : 26મી જાન્યુઆરીને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર, પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થા અંગે કરી બેઠક

| Edited By: | Updated on: Jan 21, 2023 | 3:06 PM

Rajkot News : 26મી જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે હંમેશા આતંકવાદી પ્રવૃત્તિઓનો ખતરો તોળાતો રહેતો હોય છે. ત્યારે દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને આતંકી પ્રવૃત્તિઓને રોકવા પોલીસ તંત્ર એલર્ટ રહેતુ હોય છે.

રાજકોટમાં 26મી જાન્યુઆરીને લઈને પોલીસ અત્યારથી જ સતર્ક બની ગઇ છે. રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓની મીટીંગ બોલાવાઈ હતી. જેમાં રાજકોટમાં 26 જાન્યુઆરીના પગલે સુરક્ષા વ્યવસ્થાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તો સાથે જ રાજકોટ શહેરમાં 35થી વધુ અલગ અલગ ટીમ બનાવી શહેરની હોટેલોમાં ચેકિંગ હાથ ધર્યુ છે.

26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસને હવે ગણતરીના દિવસો બાકી છે. 26મી જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે હંમેશા આતંકવાદી પ્રવૃત્તિઓનો ખતરો તોળાતો રહેતો હોય છે. ત્યારે દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને આતંકી પ્રવૃત્તિઓને રોકવા પોલીસ તંત્ર એલર્ટ રહેતુ હોય છે.

તેથી જ આજે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓ અને શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ અને પીએસઆઇને બોલાવવામાં આવ્યા હતા. આ તમામની એક મેઠક મળી હતી અને દેશ વિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇને ટાસ્ક આપી દેવામાં આવ્યા છે.

રાજકોટ શહેરની તમામ હોટેલમાં અત્યારે પોલીસની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. જો કોઇ દેશ વિરોધી પ્રવૃત્તિ જો થતી હોય તો તેને રોકવા માટે પોલીસ તંત્ર અત્યારે એલર્ટ મોડ પર છે. પોલીસ શહેરના ખુણે ખુણે ચાંપતી નજર રાખી રહી છે. જેથી 26મી જાન્યુઆરીના દિવસે કોણ અનિચ્છનીય બનાવ ન બને.

(વિથ ઇનપુટ-રોનક મજીઠિયા)