યુવરાજસિંહના ઘટસ્ફોટ બાદ ફરી દોડતું થયું તંત્ર: ઉર્જા વિભાગ ભરતી કૈભાંડ મામલે તપાસનો ધમધમાટ, જાણો વધુ માહિતી

કથિત ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં પોલીસ તપાસ ચાલી રહી છે. તો આ દરમિયાન વચેટીયા અને લાભાર્થી ફરાફ હોવાનું પણ જાણવા મળ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 11:50 AM

Energy department recruitment scam: ઉર્જા વિભાગની ભરતીમાં કથિત કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લીમાં (Aravalli) તપાસ શરૂ કરાઈ છે. સાબરકાંઠા જિલ્લા LCBએ મિત પટેલ નામના આરપીની પૂછપરછ કરી હતી. તો અરવલ્લી પોલીસે પણ ત્રણ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. જો કે, હાલ અરવલ્લીમાં ભરતી કૌભાંડના વચેટિયા અને પરીક્ષાર્થીઓ ભૂગર્ભમાં છે.

વચેટિયા-લાભાર્થી ફરાર?

આરોપી અવધેશ સહિત અજય, રાહુલ, આંચલ અને કૃશાંગ હાલ ફરાર છે. પોલીસ રાહુલ પટેલ અને આંચલ પટેલના ઘરે પહોંચી હતી. જ્યાં રાહુલના પિતાએ પોલીસને માહિતી આપી હતી કે, હાલ રાહુલ અને તેની પત્ની હાલ સૌરાષ્ટ્ર ફરજ પર છે. તો પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે (Yuvrajsinh Jadeja) ભરતી અંગે પ્રશ્નો ઉઠાવતા ફરી એકવાર ગુજરાતમાં ભરતી અંગે ખળભળાટ મચ્યો છે. આ સમગ્ર કેસમાં પણ પેપરલીક કાંડ જેમ ચોંકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતા છે.

યુવરાજસિંહે કર્યો ઘટસ્ફોટ

જણાવી દઈએ કે હેડ ક્લાર્ક પેપર લીકની તપાસ હજુ ચાલી રહી છે એવામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાત સરકારના ઊર્જા વિભાગ હેઠળ થતી ભરતીમાં કૌભાંડ આચરવામાં આવતું હોય તેવા આક્ષેપ કર્યા હતા. ઊર્જા વિભાગની UGVCL, DGVCL અને GETCO ની ભરતીમાં ઓનલાઈન લેવાતી પરીક્ષામાં કૌભાંડ થયાના આરોપ લાગ્યા.

એપીસેન્ટર અરવલ્લી

યુવરાજસિંહ દ્વારા જાણ કરવામાં આવી હતી કે જેમ હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં સાબરકાંઠા જિલ્લો એપીસેન્ટર હતું તેમ ઊર્જા વિભાગની ભરતીઓમાં એપીસેન્ટર અરવલ્લી છે. કૌભાંડના લાભાર્થીઓ અને વચેટિયાઓ બાયડ, ધનસુરા અને જિલ્લાના અન્ય વિસ્તારોના છે.

આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી 2022 ને લઈને BJP ની તૈયારીઓ, PM મોદીના આટલા ગુજરાત પ્રવાસ અત્યારથી નક્કી

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 05 જાન્યુઆરી: કોઈ પણ નિર્ણય લેતા પહેલા વિચારો, એકબીજાની લાગણીને માન આપો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">