વિધાનસભા ચૂંટણી 2022 ને લઈને BJP ની તૈયારીઓ, PM મોદીના આટલા ગુજરાત પ્રવાસ અત્યારથી નક્કી

વિધાનસભા ચૂંટણી 2022 ને લઈને BJP ની તૈયારીઓ, PM મોદીના આટલા ગુજરાત પ્રવાસ અત્યારથી નક્કી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 6:35 AM

PM મોદી 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની 12 વખત મુલાકાત લેશે. ચૂંટણીના આ વર્ષને લઈને અત્યારથી તૈયારીઓ શરુ થઇ ગઈ છે.

Gujarat assembly election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને અત્યારથી કવાયત હાથ ધરાઇ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ગુજરાતમાં આવીને સભાઓ ગજવશે. તેને લઇને આજે કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની (CR Paatil) અધ્યક્ષતમાં યોજાયેલી બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી અને વડાપ્રધાન મોદીના પ્રવાસને લઇને ચર્ચા કરવામાં આવી.

જણાવી દઈએ કે વર્ષ 2022 માં ચૂંટણી યોજાશે. ત્યારે માર્ચ મહિનાથી ડિસેમ્બર મહિના સુધીમાં વડાપ્રધાન 12 વખત ગુજરાત આવશે. મહિલા મોરચા અને યુવા મોરચાના મહાસમંલેનમાં હાજરી આપશે. સાથે મંત્રીઓ, નેતાઓ અને કાર્યકરોને માર્ગદર્શન પણ આપશે.

જણાવી દઈએ કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની (CR Paatil) અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રદેશ સહપ્રભારી સુધીર ગુપ્તા પણ ઉપસ્થિત રહેવાના હતા. તો CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યો હાજરી આપી હતી.. એટલું જ નહીં તમામ ધારાસભ્ય, સાંસદ સભ્ય, જિલ્લા અને શહેર પ્રમુખો પણ હાજર હતા.

બેઠક દરમિયાન સંગઠ દ્વારા આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી. સાથે સાથે પ્રદેશ અધ્યક્ષ રાજ્યના તમામ જિલ્લામાં એક દિવસીય પ્રવાસ કાર્યક્રમ અંગે ચર્ચા કરી.કાર્યક્રમના મુખ્ય એજન્ડા વિશે વાત કરીએ તો, માહિતી પ્રમાણે વર્ષ 2022 એ ચૂંટણીનું વર્ષ છે. જેને લઈને ભાજપે તૈયારીઓ શરુ કરી દીધી છે. તો ભાજપનો પ્રોજેક્ટ પણ છે કે વન ડે, વન ડિસ્ટ્રીક. એટલે કે એક દિવસ એક જિલ્લો. જેને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.

 

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 05 જાન્યુઆરી: મિલકત સંબંધિત બાબતોમાં વિવાદોની સંભાવના, મહેનત ફળશે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 05 જાન્યુઆરી: સંબંધી સાથે વિવાદ થવાની શક્યતા, આવક વધવાથી ખુશીનું વાતાવરણ રહેશે

g clip-path="url(#clip0_868_265)">