Gir Somnath: સરકારી ગૌચર જમીનમાંથી ખનીજ ચોરીના રેકેટનો પોલીસે કર્યો પર્દાફાશ

|

May 18, 2022 | 8:09 PM

ગીર સોમનાથમાં સરકારી ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરીના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુત્રાપાડાના (Sutrapada) આણંદપુર ગામે એ.એસ.પી ઓમપ્રકાશ જાટે દરોડા પાડી લાઇમ સ્ટોનની ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.

Gir Somnath: ગીર સોમનાથમાં સરકારી ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરીના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુત્રાપાડાના (Sutrapada) આણંદપુર ગામે એ.એસ.પી ઓમપ્રકાશ જાટે દરોડા પાડી લાઇમ સ્ટોનની ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. તો રાજુલા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં લાઇમ સ્ટોન સપ્લાયનો આરોપ લાગ્યો છે. ખનીજ ચોરી અંગે માહિતી આપી એસીપી ઓમપ્રકાશ જાટે કહ્યું કે, ટ્રક ડ્રાઈવરની પૂછપરછમાં ખુલાસો થયો કે, ઉંબરી ગામના નિલેશ છાત્રોડીયા તથા વિરોદરના રમેશ છાત્રોડીયા આ રેકેટ ચલાવે છે. આ બંને જામનગર જિલ્લાના જામજોધપુરના રોયલ્ટી પાસનો ઉપયોગ કરી અલગ અલગ વાહનો મારફતે ખનીજ વિવિધ કંપનીઓમાં મોકલતા હતા. હાલ તો પોલીસે સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગેને જાણ કરી છે.

પુત્રીઓએ પુત્ર ધર્મ નિભાવ્યો

કોડીનારના બાવાના પીપળવા ગામે દીકરીઓએ જ પૂત્રધર્મ નીભાવ્યો અને દીકરીઓ પુત્ર સમોવડી હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આવી જ એક વાત પ્રકાશમાં આવી છે. આ ગમે પાંચ દીકરીઓએ મળીને માતાના અંતિમ સંસ્કાર કર્યા હોવાની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે, પુત્રીઓએ માતાને કાંધ આપતા નાના ગામમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પીપળવા ગામના માતા નાગલ બેન રાઠોડને એક પણ પુત્ર ન હતો તેથી તમામ દીકરીઓએ કાંધ આપી પુત્ર ધર્મ નિભાવ્યો હતો. આનું સાક્ષી બનેલું ગામ ભાવુક થયું હતું અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

ખેલમહાકુંભમાં ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે રચ્યો ઈતિહાસ

ખેલમહાકુંભમાં ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે ચેમ્પિયન બનીને ઈતિહાસ રચ્યો છે. આ વિજેતા ટીમના 7 મહિલા ખેલાડીઓ ગીર-સોમનાથ જિલ્લાની (Gir-Somnath district) વતની છે. જેમાં કોડીનારના સરખડી ગામની 6 અને 1 સિંધાજ ગામની એક પ્લેયર છે. સરખડી ગામની 6 મહિલા ખેલાડીઓ સતત સાથે પ્રેક્ટિસ કરતી હોવાથી તેમની વચ્ચે અદભૂત તાલમેલ જોવા મળ્યો છે.

Published On - 8:09 pm, Wed, 18 May 22

Next Video