દેવભૂમિ દ્વારકા વીડિયો : ભાણવડ પંથકમાં દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા, 2 આરોપી ફરાર
દ્વારકાના ભાણવડ પંથકમાં દારુની ભઠ્ઠી પર પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસના દરોડામાં 6 હજાર લીટર દારુનો આથો અને દેશી દારુ ઝડપાયો છે. તો ભાણવડ પોલીસના દરોડા પડતા 2 આરોપી ફરાર થઈ ગયા છે.
રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. તો દ્વારકાના ભાણવડ પંથકમાં દારુની ભઠ્ઠી પર પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસના દરોડામાં 6 હજાર લીટર દારુનો આથો અને દેશી દારુ ઝડપાયો છે. તો ભાણવડ પોલીસના દરોડા પડતા 2 આરોપી ફરાર થઈ ગયા છે. જો કે બરડા ડુંગરના કાનમેરા વિસ્તારમાં દારુની ભઠ્ઠી હતી.તો આ અગાઉ પણ ભાણવડ પંથકમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાથી હજારો લીટર દારુ મળી આવ્યો હતો.
તો બીજી તરફ આ અગાઉ વલસાડમાં પણ દારુનો જથ્થો ઝડપાયો હતો. તો વલસાડના પારડીના રેટલાવ પાસેથી ટ્રકમાંથી દારુનો જથ્થો ઝડપાયો હતો. તો ટ્રકની ડ્રાઈવર કેબિનમાં ચોરખાનું બનાવીને દારુ લાવવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતુ. ટ્રકમાંથી 33 લાખના વિદેશી દારુની 7608 બોટલો ઝડપાઈ હતી.