વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, 21 એપ્રિલે આદિવાસી સમાજના સંમેલનમાં 5 લાખ લોકોને સંબોધશે

|

Mar 30, 2022 | 1:53 PM

20 એપ્રિલની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત પ્રવાસે આવવાનું આયોજન છે. મોદી દાહોદમાં આદિવાસી સમાજના સંમેલનમાં હાજરી આપી શકે છે. સંમેલનની તૈયારીઓ માટે ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલના ઓડિટરીયમમાં બેઠક મળી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, 21 એપ્રિલે આદિવાસી સમાજના સંમેલનમાં 5 લાખ લોકોને સંબોધશે
PM Narendra Modi ( File Image )

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કેન્દ્રના મોટા પ્રધાનો, નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) , રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એક મહીનામાં જ એક પછી એક ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 21  અને 22 એપ્રિલ એમ બે દિવસ ગુજરાત પ્રવાસે (Gujarat visit) આવશે. તેઓ આદિવાસી સમાજના સંમેલનમાં હાજરી આપવા આવશે. ત્યારે તેમના આગમન માટેની તૈયારીઓ શરુ થઇ ગઇ છે.

21 એપ્રિલે વડાપ્રધાન મોદી દાહોદથી ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે. એપ્રિલ મહિનામાં વડાપ્રધાન મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જ્યાં તેઓ  2 જંગી જનસભાને સંબોધન કરશે. 21 અને 22 એપ્રિલના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી દાહોદથી વિધાનસભા ચૂંટણી પ્રચારની શરુઆત કરશે, ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહે એ માટે ગાંધીનગર ખાતે સી. આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં મળી રહેલી જાણકારી પ્રમાણે 21 એપ્રિલે દાહોદ ખાતે આદિવાસી સંમલેનને પીએમ મોદી સંબોધન કરશે. જેમાં 5 લાખથી વધુ આદિવાસીઓ હાજર રહેશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુજરાતમાં આદિવાસી વસ્તીની વોટ બેંક પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. ત્યારે અન્ય સમાજની જેમ પણ આદિવાસી સમાજના મતને આકર્ષવા પણ આ સંમેલનમાં વડાપ્રધાન હાજર રહેવાનું મનાઇ રહ્યુ છે. માર્ચ મહિનામાં વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત અમદાવાદમાં થયું હતુ. જેમાં ચાર રાજ્યોની જીત બદલ અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે વડાપ્રધાનની સીધી નજર ગુજરાતની ચૂંટણી પર છે, ત્યારે ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી કુલ 27 વિધાનસભા આદિવાસી પ્રભુત્વ વાળી છે. ત્યારે PMની આ મુલાકાતને સૂચક માનવામાં આવી રહી છે.

22 એપ્રિલે સાંજે બનાસકાંઠામાં 2 લાખ મહિલાઓના સંમેલનને પીએમ મોદી સંબોધન કરશે. પીએમ મોદી તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે સાંજે એટલે કે 22 એપ્રિલે પશુપાલક મહિલાઓના સંમેલનને સંબોધન કરશે. આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં આ મહિલાઓની મહત્વની ભૂમિકા અંગે પીએમ વાત કરશે. એપ્રિલ મહિનામાં 2 દિવસ પીએમ મોદી ગુજરાત પ્રવાસે રહેશે. જ્યાં અલગ અલગ જિલ્લાઓમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

ભાજપ અધ્યક્ષે કાર્યકરોને ટકોર કરી કે ચૂંટણી પહેલા પીએમ મોદી દાહોદ આવી રહ્યા છે અને પછી ચૂંટણી સુધી આવે કે નહીં તે નક્કી નથી. ત્યારે આ કાર્યક્રમને ભવ્ય બનાવવાની જવાબદારી કાર્યકર્તાઓની છે. દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, પંચમહાલ અને વડોદરા જિલ્લાના કાર્યકરોને ભાજપ અધ્યક્ષે સંબોધન દરમિયાન લક્ષ્યાંક આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી આદિવાસી વિસ્તારોમાં પાર-તાપી- નર્મદા રિવર લિંક અપ યોજનાનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે તે સમયગાળામાં પીએમ મોદીનો દાહોદ પ્રવાસ ખૂબ જ મહત્વનો બની રહેશે. પીએમ મોદી દાહોદમાં કરોડોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

પીએમ મોદીના દાહોદના સંબોધન બાદ ગુજરાતની રાજનીતિની આગામી દિશા નક્કી થશે. જો કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં વહેલી ચૂંટણીની અટકળો ચાલી રહી છે ત્યારે વડાપ્રધાનના વધુ એક ગુજરાત પ્રવાસથી આ અટકળો પર પૂર્ણ વિરામ લાગશે કે અટકળોને વેગ મળશે તે પણ તેમના સંબોધનમાં સ્પષ્ટ થાય એવું હાલ લાગી રહ્યું છે.

આ પણ વાંચો-

Navsari: ધોરણ 12ના વિદ્યાર્થીનું પરીક્ષા પહેલા હાર્ટ એટેકથી મોત ,પરિવારે મૃતક વિદ્યાર્થીની આંખોનું કર્યું દાન

આ પણ વાંચો-

Ahmedabad: ઓઢવમાં પરિવારની હત્યાના કેસમાં ફરાર વિનોદને શોધવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી, સીસીટીવી અને કોલ ડીટેઇલ પરથી તપાસ શરુ

Published On - 12:35 pm, Wed, 30 March 22

Next Article