Gandhinagar: PM મોદીએ ભાજપના પેજ પ્રમુખો અને કાર્યકરો સાથે વર્ચ્યુઅલી કરી વાતચીત, વડાપ્રધાને આપ્યો જીતનો મંત્ર

|

Jan 25, 2022 | 1:47 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ભાજપના પેજ પ્રમુખોની કામગીરીને બિરદાવા કહ્યું કે- આજે 25 જાન્યુઆરી એટલે કે નેશનલ વોટર્સ દિવસ છે. દેશના તમામ મતદાતાઓને એવો અધિકાર છે જે દેશનું ભાગ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આજે દેશના ભાજપના પેજ પ્રમુખો અને કાર્યકરો સાથે નમો એપના માધ્યમથી વાતચીત કરી હતી. વડાપ્રધાને પ્રદેશના પેજ પ્રમુખો (Page Presidents) અને કાર્યકરોને વર્ચ્યુઅલ સંબોધન કર્યુ હતુ. ગુજરાતમાં 2022ની ચૂંટણી અંગેની કામગીરી ચિતાર મેળવીને કાર્યકરોને ચૂંટણીની રણનીતિ વિશે વાત કરી.

વિકાસ અને ચૂંટણી લક્ષી વાતચીત કરી

રાજ્યના 8 જેટલા પેજ પ્રમુખ ભાઈ-બહેનો સાથે વડાપ્રધાન મોદીએ વાત કરી હતી. વડાપ્રધાને કરેલા સંવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ જોડાયા હતા. વડાપ્રધાને પેજ પ્રમુખો સાથે કેટલીક ચૂંટણી લક્ષી વાતચીત કરી અને સરકારના વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી. સાથે જ તેમણે નમો એપના માધ્યમથી પાર્ટીના માઈક્રો ડોનેશન અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી.

મતદાનની શક્તિથી કર્યા જાણકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ભાજપના પેજ પ્રમુખોની કામગીરીને બિરદાવાં કહ્યું કે- આજે 25 જાન્યુઆરી એટલે કે નેશનલ વોટર્સ દિવસ છે. દેશના તમામ મતદાતાઓને એવો અધિકાર છે જે દેશનું ભાગ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે. એક વોટની શક્તિ મહત્વના નિર્ણયો લે છે. ગર્વની વાત છે કે આઝાદી બાદ ભારતમાં ચૂંટણીના માધ્યમથી દેશની જનતાએ સરકાર બનાવી છે.

વડાપ્રધાન મોદીએ પેજ પ્રમુખો સાથે જુદા-જુદા વિષયો પર વાતચીત કરી હતી અને તેમને વધુ ઉત્સાહથી કામ કરવાની પ્રેરણા આપી. વડાપ્રધાને ગુજરાતના વિકાસ, સરકારના કામો, પ્રવાસન તેમજ કોરોનના સમયગાળાના વિષય પર વડાપ્રધાન મોદીએ ચર્ચા કરી હતી.

આ પણ વાંચો- Budget 2022: આ બજેટમાં સુરત માટે ટેક્સ્ટાઈલ પાર્કની જાહેરાતની વેપારીઓને અપેક્ષા, બે જગ્યાનું પ્રપોઝલ મુકાયું

આ પણ વાંચો- પાટણની HNGUમાં MBBS કૌભાંડ કેસમાં તત્કાલિન કુલપતિ જે.જે.વોરાને કારોબારી અધ્યક્ષ પદેથી હટાવાયા

Next Video