PM MODI આવતીકાલે 9 કિલોમીટર લાંબો Road Show કરશે, જાણો આ રોડ-શૉનો રૂટ

| Edited By: | Updated on: Mar 10, 2022 | 8:17 PM

PM મોદીનો આવતીકાલે 9 કિલોમીટર લાંબો રોડ- શૉ (Road show) યોજાશે. સવારે PM અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી કમલમમાં જશે. એરપોર્ટથી કોબા સુધી ભવ્ય રોડ શો યોજાશે.

ઉત્તર પ્રદેશ સહિતના ચાર રાજ્યોમાં કમળ ખીલ્યું છે. ત્યારે આ જીતનો જશ્ન ગુજરાતમાં (Gujarat) પણ જોવા મળી રહ્યો છે. ચાર રાજ્યોની ભવ્ય જીત બાદ બે દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)વતન આવી રહ્યાં છે. ત્યારે તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેમના સ્વાગત માટે ઠેર ઠેર મોટા હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. ખેલ મહાકુંભનો પ્રારંભ પીએમ મોદીના હસ્તે થવાનો છે. જેના પણ હોર્ડિંગ લગાવી દેવામાં આવ્યા છે. તો એરપોર્ટથી કમલમ સુધીના રૂટ પર અનેક સ્ટેજ બનાવવામાં આવ્યાં છે. સ્ટેજ પર દેશના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી જોવા મળશે.

PM MODIના રોડ-શૉનો રૂટ

PM મોદીનો આવતીકાલે 9 કિલોમીટર લાંબો રોડ- શૉ (Road show) યોજાશે. સવારે PM અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી કમલમમાં જશે. એરપોર્ટથી કોબા સુધી ભવ્ય રોડ શો યોજાશે. વડાપ્રધાનના રોડ શોની શરૂઆત સરદાર વલ્લભાઈ એરપોર્ટથી થશે. ત્યાંથી સરદારનગર, હાંસોલ, ભાટ, કોબા સર્કલથી કમલમ પર પૂરો થશે. કમલમમાં ધારાસભ્યો, સાંસદ અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન બેઠક કરશે.જેમાં 450 લોકો સાથે સંવાદ કરશે. ત્યાર બાદ રાજભવનથી GMDC સેન્ટર જશે. જ્યાં સરપંચ સંમેલનમાં ભાગ લેશે. ત્યારબાદ રાજભવનમાં રાજકીય બેઠકો કરશે.

આ પણ વાંચો : આવતીકાલે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે, શાહ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે

આ પણ વાંચો : PM MODI ની ગુજરાત મુલાકાતને લઇને તડામાર તૈયારીઓ, જાણો વડાપ્રધાનના કાર્યક્રમની રૂપરેખા