PM મોદી આજે તેના કુળદેવી મોઢેશ્વરી માતાજીના કરશે દર્શન, મંદિરને રોશનીથી કરાયુ સુશોભિત, જુઓ VIDEO

PM મોદી આજે તેના કુળદેવી મોઢેશ્વરી માતાજીના કરશે દર્શન, મંદિરને રોશનીથી કરાયુ સુશોભિત, જુઓ VIDEO

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 11:44 AM

અગાઉ 2003માં પણ વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે મોઢેશ્વરી માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. PM ના આગમનને લઈ સ્થાનિકો, મંદિરના ટ્રસ્ટી (trustee) અને પુજારી પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

Modhera : મોઢેરામાં વડાપ્રધાન મોદી (PM Modi)  મોઢેશ્વરી માતાજીના દર્શન કરી ખાસ પુજા અર્ચના કરશે, મંદિરને હાલ ફૂલો અને લાઈટિંગ સહિતના ખાસ શણગારથી સજાવવામાં આવ્યુ છે. મોઢેશ્વરી માતાજી (Modheshwari Mata) વડાપ્રધાન મોદીના કુળદેવી છે. અગાઉ 2003માં પણ વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે મોઢેશ્વરી માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. PM ના આગમનને લઈ સ્થાનિકો, મંદિરના ટ્રસ્ટી (trustee) અને પુજારી પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન મોદી (PM Modi) આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly election) લઈ તેઓ 3 દિવસ સુધી મિશન ગુજરાત અંતર્ગત જંગી પ્રચાર કરશે. ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી કુલ 14 હજાર 500 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

જો આજના કાર્યક્રમ પર નજર કરીએ તો આજે બપોરે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર તેમનું આગમન થશે. અમદાવાદ એરપોર્ટથી સીધા જ તેઓ મોઢેરા હેલીપેડ જવા રવાના થશે. સાંજે 5 કલાકે બહુચરાજીના દેલવાડા ખાતે જનસભાને સંબોધશે.
સભા બાદ મોઢેરા (Modhera) સ્થિત મોઢેશ્વરી માતાના મંદિરે દર્શન કરશે. તેઓ મોઢેશ્વરી માતાજીની વિશેષ પૂજા કરી આરતીમાં ભાગ લેશે અને સાંજે 7 કલાકે મોઢેરા સૂર્ય મંદિર પહોંચશે. જ્યાં રાત્રે 9 વાગ્યા સુધી રોકાશે અને બાદમાં અમદાવાદ એરપોર્ટ થઈને ગાંધીનગર રાજભવન જશે. મહત્વનું છે કે, તેઓ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.

g clip-path="url(#clip0_868_265)">