UAEના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રોડ શો દરમિયાન થશે ભવ્ય સ્વાગત, ગાંધીનગરમાં 5 સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા, જુઓ વિડીયો

UAEના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રોડ શો દરમિયાન થશે ભવ્ય સ્વાગત, ગાંધીનગરમાં 5 સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Jan 09, 2024 | 2:53 PM

8 જાન્યુઆરીએ રાત્રે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટમાં ભાગ લેવા માટે ગુજરાત પહોંચી ગયા હતા. આ વખતની સમિટની વિશેષતા UAEના રાષ્ટ્રપતિ અતિથિ તરીકે ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના રાષ્ટ્રપતિ સાથે એરપોર્ટથી ગાંધીનગર સુધી રોડ શો કરવાના છે.જેના માટે ગાંધીનગરમાં રોડ શો માટે 5 સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા છે.

ગુજરાતમાં 10થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાનું છે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન મંગળવારે એટલે કે આજે અમદાવાદ પહોંચશે. વડાપ્રધાન મોદી અને UAEના રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી 7 કિલોમીટર લાંબો રોડ શો કરશે અને દેશ અને દુનિયાને વિશેષ સંદેશ આપશે, ત્યારે રોડ શોની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે.

આ પણ વાંચો- ભરૂચ વીડિયો : અંકલેશ્વરના ગામડાઓમાં લટાર મારતાં દીપડાને આખરે પાંજરે પુરવામાં આવ્યો, ઘણા સમયથી લોકોમાં ભય ફેલાવ્યો હતો

રોડ શો માટે ગાંધીનગરમાં 5 સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા છે. નર્મદા કેનાલ, શંખ મંદિર, ગ્રીનલેન્ડ એપ્રોચ પાસે સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા છે. ઓપ્યુલન્સ એપ્રોચ અને PDEU એપ્રોચ પાસે પણ સ્વાગત પોઈન્ટ બનાવાયા છે. ગાંધીનગર લોકસભા બેઠકના ધારાસભ્યો સમર્થકો સાથે સ્વાગત પોઈન્ટ પર ઉભા રહેશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો